મેંદરડા: મધુવંતીનદી પરનો પુલ અતિ જર્જરિત: વાહન ચાલકો માટે જોખમ

29 October 2020 01:57 PM
Junagadh
  • મેંદરડા: મધુવંતીનદી પરનો પુલ અતિ
જર્જરિત: વાહન ચાલકો માટે જોખમ
  • મેંદરડા: મધુવંતીનદી પરનો પુલ અતિ
જર્જરિત: વાહન ચાલકો માટે જોખમ

જર્જરિત પુલ માટે 8 કરોડની ગ્રાંટ મંજુર થવા છતાં કોઇ પગલા ન લેવાતા લોકોમાં ચર્ચા

મેંદરડા, તા.29
મેંદરડા મધુવંતી નદી ઉપર આવેલ આશરે 60-70 વર્ષ જર્જરીત પુલમાં એક બાજુ ગાબડુ પડતા આ પુલ ઉપરથી પસાર થવા વાહન ચાલકો માટે જોખમ ઉભું થયેલ છે.
અનેક રજૂઆતો છતાં આ પુલ શા માટે બનાવવામાં નથી આવતો એવો લોકોમાં પ્રશ્ર્ન ઉભો થયેલ છે. મેંદરડાની મામલતદાર ઓફિસ, યાર્ડ, પોસ્ટ ઓફિસ તેમજ વંથલી-કેશોદ વગેરે ગામમાં જવા માટે આ પુલ ઉપરથી પસાર થવું પડે. અતિ જર્જરીત આ પુલ બનાવવા માટે ત્રણેક વર્ષથી રૂા.8 કરોડ મંજુર થયેલ હોવાનું સાંભળવા મળેલ પરંતુ ક્યાં કારણોસર જેનું પ્લાન એસ્ટીમેન્ટ બનાવવામાં નથી આવતું એ એક પ્રશ્ર્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.


Loading...
Advertisement