મહેશ-નરેશ બેલડીને વેરાવળની ગુજરાતી કલાકારે શ્રઘ્ધાંજલી આપી

29 October 2020 01:52 PM
Veraval
  • મહેશ-નરેશ બેલડીને વેરાવળની
ગુજરાતી કલાકારે શ્રઘ્ધાંજલી આપી

વેરાવળ તા.ર9
મહેશ - નરેશ બેલડીને અભિનેત્રી ચાંદની પરમારે શ્રદ્ધાજલિ અર્પિત કરેલ અને કોરોનાની વિલનગીરી સામે ગુજરાતી ફિલ્મનો હિરો હારી ગયાનું દુ:ખ વ્યકત કરેલ છે.
ગુજરાતી ફિલ્મોમાં ડંકો વગાડનાર ક્નોડીયા બંધુઓના નિઘન અંગે અભિનેત્રી ચાંદની પરમારે શ્રદ્ધાજંલી અર્પિત કરતા જણાવેલ કે, 125 થી વધુ ફિલ્મોમાં કામ કરી ગુજરાતને ગૌરવ આપનાર ફિલ્મ હીરો એવા મહેશ - નરેશ કનોડીયા કોરોનાની વિલનગીરી સામે આખરે હારી જતા ફિલ્મ જગત રાંક બની ગયું છે. ભાગ કોરોના તારો બાપ ભગાડે ગાઇ ને ઢોલ વગાડી કોરોનાને પડકારનાર આ ભડવીર ને શ્રદ્ધાજલિ અર્પિત કરેલ તેમજ તેઓની ફીલ્મો હમેશા યાદ રહેશે અને નવી પેઢી માટે પ્રેરણાદાયક બની રહેશે અને ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને કમાણી કરાવી આપી હતી વટ વચન અને વેર અને જોડે રહેજો રાજ ને સાર્થક કરી બતાવી દીધુ કે, કોરોના સામે વેર બાંધી વટ થી જોડે રહેવાનું વચન નિભાવી જોડે રેજો હો રાજ ને સાર્થક કરવા જોડે જ ફીલ્મી જગત ને અલવિદા કરી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેબીનાર યોજાયો
ગીર-સોમનાથ જીલ્લાજ પંચાયત આરોગ્યા શાખા દ્રારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુના સેવનના પ્રમાણમાં ઘટાડો થાય તેમજ વધુમાં વધુ બાળકોમાં અને લોકોમાં તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ ફેલાય અને જીલ્લાની તમામ શાળાઓ તમાકુ મુક્ત થાય તેવા ઉદેશ્યથી જીલ્લા તમાકુ નિયંત્રણ સેલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન અને સલામ મુંબઇ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વેબીનાર યોજોયો હતો.


Loading...
Advertisement