વેરાવળમાં પ્રતિબંધીત 400 લીટર બાયોડિઝલનો જથ્થો પકડતી પોલીસ

29 October 2020 01:44 PM
Veraval Crime
  • વેરાવળમાં પ્રતિબંધીત 400 લીટર
બાયોડિઝલનો જથ્થો પકડતી પોલીસ

વેરાવળ તા.ર9
રાજય સરકારે ગેરકાયદેસર વેંચાતા બાયો ડીઝલને બંઘ કરાવવા આદેશો કરેલ છે જેના પગલે વેરાવળમાંથી સીટી પોલીસે 400 લીટર બાયો ડીઝલનો શંકાસ્પઆદ જથ્થો જપ્તહ કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.
આ અંગે માહિતી આપતા પી.આઇ. ડી.ડી.પરમારે જણાવેલ કે, ડી.સ્ટાીફના પી.એસ.આઇ. એચ.બી.મુસાર, એ.એસ.આઇ સરતાજભાઇ, હે.કો. વિનુભાઇ, રણજીતસીંહ, પો.કો.અંકુરભાઇ, મયુરભાઇ સહિતના શહેરમાં પટ્રોલીંગ કરી રહેલ દરમ્યાયન બંદર વિસ્તાજરમાં પહોચેલ ત્યા રે એક શંકાસ્પ-દ રીક્ષા નં. જી.જે. 10 વાય. 3651 ત્યાાંથી પસાર થતા તેને રોકાવી તલાસી લીઘી હતી. રીક્ષામાંથી પ્લાસ્ટીકના ચાર બેરલ મળી આવેલ જેમાંથી બે બેરલ ખાલી અને અન્યમ બે બેરલમાં અંદાજે 400 લીટર ચીકણું પ્રવાહીનો જથ્થોમ મળી આવેલ હતો જે બાયો ડિઝલનો હોવાની શંકાએ જથ્થો જપ્તસ કરી આ બાબતે એકઝી.મેજી. વેરાવળને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.
રાજય સરકારે ગેરકાયદેસર વેંચાતા બાયો ડીઝલ બંઘ કરાવવા આદેશો છોડયા છે ત્યાતરથી જીલ્લાબ મથક વેરાવળ બાયપાસ રોડ પર અમુક સ્થયળોએ જાહેરમાં ચાલતા બાયો ડીઝલના પંપ બંઘ થઇ ગયેલા જોવા મળે છે. બીજી તરફ ચોરી છુપી રીતે પંથકમાં બાયો ડીઝલ વેંચાતું હોવાની લોકોમાં ચર્ચાઓ થઇ રહેલ છે.


Related News

Loading...
Advertisement