દરેક ખેડૂતને વિજળી મેળવવા ત્રણ વર્ષની પ્રતિક્ષા કરવી પડશે : માણાવદરના સહકારી અગ્રણીનું નિવેદન

29 October 2020 01:37 PM
Junagadh
  • દરેક ખેડૂતને વિજળી મેળવવા ત્રણ વર્ષની પ્રતિક્ષા
કરવી પડશે : માણાવદરના સહકારી અગ્રણીનું નિવેદન

માણાવદર, તા. ર9
દેશના દરેક નાગરીકને ચોવીસ કલાક વિજળી મળે છે, પરંતુ માત્ર ખેડુતોને રાત્રે વિજળી આપીને છેલ્લા રપ વર્ષથી રાજ કરતી
સરકારે અન્યાય કર્યો છે તેમ માણાવદર સેવા સહકારી મંડળીના પ્રમુખ દેવજીભાઇ ઝાટકીયાએ નિવેદનમાં જણાવેલ છે કે અત્યારે ર4 કલાક વિજળી આપવાની જે વાત કરે છે તે કોઇ દયા કે દાન નથી. પરંતુ કુદરતની થપાટ પડી એટલે માણાવદરનો જીનીંગ ઉદ્યોગ 7પ ટકા બંધ થઇ ગયો તેમ રાજ્ય ઘરના જે ઉદ્યોગો બંધ રહ્યા તેથી વિજળી નથી પડી અને સોલાર ઉત્પાદન વધ્યું જે માત્ર દિવસે જ પાવર પેદા કરે છે તેને વાપરવી કયાં ? તે માટે સરકારને હવે ખેડુતોને પાવર આપવો જરૂરી બનયો છે. હજુ તો હજાર ગામને જ મળશે અને દરેક ખેડુતોને ત્રણ વર્ષ રાહ જોવી પઠશે તેમ મુખ્યમંત્રી જણાવી રહ્યા છે. તે ખેડુતોની કમનસીબી નહીં તો બીજું શું ? તેમ સહકારી મંડળી માણાવદરના પ્રમુખ દેવજીભાઇ ઝાટકીયા કહે છે.


Loading...
Advertisement