ગિરનાર રોપ-વે ટ્રોલીમાં બેઠા-બેઠા પ્રવાસીઓે સિંહના શિકારના દ્રશ્યો નિહાળી રોમાંચિત

29 October 2020 01:32 PM
Junagadh
  • ગિરનાર રોપ-વે ટ્રોલીમાં બેઠા-બેઠા પ્રવાસીઓે
સિંહના શિકારના દ્રશ્યો નિહાળી રોમાંચિત

લોઅર સ્ટેશન આગળ સિંહોએ ભેંસનું મારણ કર્યું : વિડીયો શેર

જુનાગઢ, તા. ર9
ગિરનાર જંગલ વિસ્તારમાં રોપ-વેમાં બેઠા બેઠા પ્રવાસીઓએ સિંહના શિકારના દ્રશ્યો માણ્યા વિડીયો વાઇરલ ફોટા પણ શેર કર્યા હતા.
જુનાગઢના ગિરનાર જંગલમાં રોપ-વેના લોઅર સ્ટેશનથી બજા પુલ પાસેથી સિંહે ભેંસનો શિકાર કર્યો હતો. જે દ્રશ્યો રોપ-વેમાં બેઠેલા લોકોએ જોતા તેનો વિડીયો અને ફોટા વાયરલ કર્યા હતા. ગિરનાર જંગલમાં અનેક સિંહનો વસવાટ છે.
આ જંગલમાં રોપ-વેના પોલ ઉભા કર્યા છે. ગઇકાલે લોઅર સ્ટેશનના બીજા નંબરના પોલ પાસે બે સિંહે એક ભેંસનું મારણ કરતા દ્રશ્યો રોપ-વેમાં બેઠેલા પ્રવાસીઓને નિહાળતા જેના ફોટા-વિડીયો વાયરલ કર્યા હતા અને સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યા હતા.


Loading...
Advertisement