બાબરાના આધેડે આર્થિક સંકડામણથી આપઘાત કર્યો

29 October 2020 01:18 PM
Amreli Crime
  • બાબરાના આધેડે આર્થિક સંકડામણથી આપઘાત કર્યો

ધારીના ડાંગાવદરમાં ધાસચારા બાબતે યુવાનને કુહાડી મારી : ઇજા

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.29
બાબરાનાં આધેડે આર્થિક સંકડામણથી ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘણા સમયથી બેરોજગાર હોય અંતિમ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
બાબરા ગામે રહેતા રાજુભાઈ અબ્દુલભાઈ ગાંગાણી નામના પપ વર્ષીય આધેડને ઘણા જ સમયથી કોઈ કામ ધંધો મળતો ન હોય જેથી પોતે કંટાળી જઈ પોતાની મેળે પોતાના જ ઘરે ઓસરીમાં સ્લેબના હુક સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
યુવકને કુહાડી મારી
મુળ જૂનાગઢ જિલ્લાના ઢોરવા ગામના વતની અને હાલ ડાંગાવદર ગામની સીમમાં રહેતા મહેશભાઈ ગોરધનભાઈ સોલંકી નામના રર વર્ષીય શ્રમિક યુવક ભાગીયુ રાખેલ વાડીએ હતા ત્યારે ડાંગાવદર ગામે રહેતા વિપુલભાઈ સુખાભાઈ બલદાણીયા તથા નિલેશભાઈ બલદાણીયા નામના બે ઈસમોએ આવી તમે લોકોએ મારો પાલો મારા ઘરમાં કેમ ભરેલ નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈ કુહાડીનો ઘા માથાના ભાગે તથા સાહેદને લાકડી વડે મારમારી ઈજા કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.
શરાબીઓ ઝડપાયા
અમરેલી જિલ્લામાં મંગળવારે એક જ દિવસમાં જિલ્લા ભરમાં નશો કરેલ ર06 ઈસમોનશો કરેલ હાલતમાં વાહન ચલાવતા 3 તથા દેશી દારૂની હેરફેર કરતા 19 ઈસમો મળી કુલ રર8 જેટલા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરતા આવા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.
દારૂ સાથે ઝડપાયા
ખાંભા તાલુકાના સરાકડીયા ગામે રહેતા વિપુલ દાનુભાઈ મોભ તથા ઉમરીયા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યાજ્ઞીક નાથાભાઈ મારૂ પોતાના કબ્જામાં વિદેશી દારૂની બોટલ નંગ-10 કિંમત રૂા. 3810 લઈ સાવરકુંડલા- ખાંભા રોડ ઉપર ખોડીયાણા જવાના માર્ગ ઉપરથી નીકળતા પોલીસે તેમને મોબાઈલ ફોન-ર મળી કુલ રૂા. 33,810ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.


Related News

Loading...
Advertisement