અમરેલીના તબીબી અધિકારી નયના ગાયકવાડની ભાવનગર બદલી

29 October 2020 12:59 PM
Amreli
  • અમરેલીના તબીબી અધિકારી નયના ગાયકવાડની ભાવનગર બદલી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગાયકવાડની બદલીની અરજી ગ્રાહ્ય રાખી: અન્ય બે અધિકારીને પણ બદલી અપાઈ

રાજકોટ, તા.29
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર દ્વારા ત્રણ તબીબી અધિકારીઓને તેમની વિનંતીના આધારે બદલી આપવામાં આવી છે. આ અધિકારીઓમાં અમરેલીના દામનગર ખાતે તબીબી અધિકારી વર્ગ-2 તરીકે ફરજ બજાવતાં નયના ગાયકવાડ સમાવિષ્ટ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નાયબ સચિવ વી.બી.પઢારીયાએ અમરેલીના દામનગર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિકારી વર્ગ-2 તરીકે કાર્યરત ડો.નયનાબેન એમ. ગાયકવાડને ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં બદલી આપી છે. આ ઉપરાંત ક્વોલિટી એસ્યોશન મેડિકલ ઓફિસર વર્ગ-2 જિલ્લા પંચાયત-નવસારીના ડો.અખિલેશ રાજબલી પાંડેને સિનિયર મેડિકલ ઓફિસર વર્ગ-2 જિલ્લા તાલીમ કેન્દ્ર-નવસારી ખાતે બદલીથી નિમણૂક અપાઈ છે. આવી જ રીતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર-ગણદેવી, જિ.નવસારીમાં તબીબી અધિકારી વર્ગ-2 તરીકે ફરજ બજાવતાં ડો.નીરવ એન.પટેલને ક્વોલિટી એસ્યોન્સ મેડિકલ ઓફિસર, જિલ્લા પંચાયત-નવસારી ખાતે નિમણૂક અપાઈ છે. ડો.પટેલ ડો.અખિલેશ રાજબલી પાંડેની ખાલી પડેલી જગ્યા ઉપર ફરજ બજાવશે. આ ત્રણેય ડોક્ટરોની બદલી સ્વવિનંતીથી કરવામાં આવી હોય તેમને નિયમાનુસાર વાટચાલના દિવસો અને બદલી મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવશે નહીં તેવો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ત્રણેય ડોક્ટરોને તુરંત બદલીના સ્થળે ફરજ પર હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે.


Loading...
Advertisement