જેતપુરમાં બોગસ ડોકયુમેન્ટ પર લોનથી વાહનો છોડાવી વેચાણ કરી છેતરપીંડી કરતો ભેજાબાજ ઝબ્બે : પોલીસ દ્વારા કડક પૂછપરછ

29 October 2020 12:54 PM
Dhoraji Crime
  • જેતપુરમાં બોગસ ડોકયુમેન્ટ પર લોનથી વાહનો છોડાવી વેચાણ કરી છેતરપીંડી કરતો ભેજાબાજ ઝબ્બે : પોલીસ દ્વારા કડક પૂછપરછ

રૂા.નવ લાખના 17 વાહનો કબ્જે : પકડાયેલ આરોપી અગાઉ લૂંટમાં સંડોવાયેલ બે ભાઇઓનો ભાઇ હોવાનું ખુલ્યુ

(દિલીપ તનવાણી દ્વારા) જેતપુર તા. ર9 : જેતપુર શહેરમાં લોકોને મોટરસાયકલ લઇ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ ડોકયુમેન્ટ મેળવી વાહનો શો રૂમમાંથી છોડાવી વાહનોનું વેચાણ કરી છેતરપીંડી કરતા શખ્સને 17 વાહનો સાથે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાંચે દબોચી લઇ તપાસ શરૂ કરી છે.


બોગસ ડોકયુમેન્ટ બનાવી વાહનો વેચી મારવાના આ કૌંભાડમાં ઝડપાયેલ આ શખ્સે 30.40 લાખની લુંટમાં સંડોવાયેલા બે સભા ભાઇનો ભાઇ હોવાનું ખુલ્યુ છે.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે પોલીસ અધિક્ષક બલરામ મીણા (રાજકોટ ગ્રામ્ય) એ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કહેલ હોય જે અન્વયે એસઓજી પોલીસ ઇન્સપેકટર એ.આર. ગોહીલના માર્ગદર્શન મુજબ પો.સબ. ઇન્સ એચ.ડી. હિંગરોજા એસ.ઓ.જી. બ્રાંચના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એસઓજી બ્રાંચના પો. કોન્સ સાહિલભાઇ ખોખરના ને ખાનગી રાહે હકીકત મળેલ કે સરફરાઝ મુસાભાઇ ખેડારા (રહે જેતપુર વાળા) એ જેતપુર શહેરમાંથી જુદા-જુદા માણસોને મોટરસાયકલ અપાવવાની લાલચ આપી ડોકયુમેન્ટસ મેળવી તેઓના નામે મોટરસાયકલો છોડાવી પોતાના આર્થીક ફાયદા શારૂ ઓછા ભાવે બારોબાર વેચી આપેલ છે.


જે હકિકત આધારે મજકુરને શોધી જેતપુર તાલુકા પો.સ્ટે. ખાતે લાવી પ્રાથમીક પુછપરછ કરતા પોતે જુદા જુદા માણસોને મોટરસાયકલ અપાવવાની લાલચ આપીતેઓના નામે મોટરસાયકલો છોડાવી વેચી આપેલની કબુલાત આપેલ હોય જે તમામ મો.સા. જેતપુર તાલુકા પો.સ્ટે ખાતે મંગાવી કબ્જે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ જેતપુર સીટી પો.સ્ટે ખાતે સોપેલ છે.આ પકડાયેલ આરોપી સરફરાઝ મુસાભાઇ ખેડારા જાતે પીંજારા (ઉવ ર8 રહે જેતપુર ગોંડલ દરવાજા પાસે જી. રાજકોટ) ની પોલીસે પુછપરછ શરૂ કરી છે. તેમજ આ આરોપીના કબ્જામાંથી સ્પલેન્ડર મોટરસાયકલ નંગ 8 જેની કુલ કિ.રૂ.400000, એકટીવા મોટરસાયકલ નંગ 8 જેની કુલ કિ. રૂ. 400000, રોયલ ઇનફીલ્ડ બુલેટ નંગ 1 કિ.રૂ.100000 મળી કુલ કિંમત રૂપિયા 900000 ના વાહનો કબ્જે કર્યા છે. આ કામગીરીમાં એસઓજી બ્રાંચના રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર એ.આર. ગોહીલ તથા પો.સબ. ઇન્સ એચ.ડી. હીંગરોજા તથા એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા પરવેઝભાઇ સમા તથા પો.હેડ.કોન્સ જયવિરસિંહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા અમિતભાઇ કનેરીયા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા નારણભાઇ પંપાણીયા તથા ડ્રા.પો.કો. સાહીલભાઇ ખોખર તથા અનિરૂધ્ધસિંહ જાડેજા એ કરી હતી.


Related News

Loading...
Advertisement