ફ્રાંસમાં ફરી લોકડાઉન; જર્મનીમાં નિયંત્રણો: અમેરિકામાં હાલત ખરાબ, સપ્તાહમાં 5 લાખ કેસ

29 October 2020 12:48 PM
World
  • ફ્રાંસમાં ફરી લોકડાઉન; જર્મનીમાં નિયંત્રણો: અમેરિકામાં હાલત ખરાબ, સપ્તાહમાં 5 લાખ કેસ

પેરીસ તા.29
કોરોનાના નવા કહેરને પગલે ફ્રાંસ દ્વારા ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પ્રમુખ મેક્રોને જાહેર કર્યુ હતું કે મહામારીના બીજા મોજાને કારણે ફરી વખત લોકડાઉન લાદવા સિવાય કોઈ વિકલ્પ નથી. લોકો માટે કસોટીનો-પડકારરૂપ સમય બને તેમ હોવા છતાં તેને સ્વીકારવો પડે તેમ છે. ગુરુવાર રાતથી લોકડાઉન અમલી બનશે અને 1 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આવશ્યક ચીજવસ્તુની ખરીદી, આરોગ્ય સેવા સિવાય લોકોને ઘરમાં જ રહેવું પડશે. જો કે સ્કુલો ચાલુ રહેશે. લોકોને કસરત કરવા એક મહતમ એક કલાક ઘરની બહાર રહેવા છુટ્ટ રહેશે.


જર્મની દ્વારા પણ બાર, રેસ્ટોરા તથા થિયેટરો 2થી30 નવેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરીને નવા નિયંત્રણો લાદયા છે. સ્કુલ તથા વેપારધંધા માટે નિયમો નિર્ધારિત કર્યા છે. અમેરિકામાં પણ( હાલત વધુ ખરાબ થઈ છે. આજે 80000થી વધુ કેસ થવા સાથે છેલ્લા એક સપ્તાહમાં પાંચ લાખથી વધુ કેસો નોંધાયા છે. ત્રણ મહિના પછી નવેસરથી આ સ્થિતિ સર્જાઈ છે. વિશ્ર્વમાં છેલ્લા સપ્તાહમાં રેકોર્ડબ્રેક 20 લાખથી વધુ કેસ થયા છે તેમાંથી 13 લાખ કેસ માત્ર યુરોપમાં છે.


Related News

Loading...
Advertisement