અમેરિકા-યુરોપ સહિતના શેરબજારોમાં કોરોના ઇફેકટ ગાબડા: સોના-ચાંદી તૂટયા

29 October 2020 12:43 PM
Business World
  • અમેરિકા-યુરોપ સહિતના શેરબજારોમાં કોરોના ઇફેકટ ગાબડા: સોના-ચાંદી તૂટયા

મુંબઇ, તા.29
વિશ્વના અનેક દેશોમાં નવેસરથી કોરોના કહેર વર્તાવા લાગ્યો છે ત્યારે તેની તીવ્ર ઇફેકટ શેરબજાર તથા સોના-ચાંદીમાં પડી છે. અમેરિકા-યુરોપ સહિત વિશ્વભરના શેરબજારોમાં કડાકા સર્જાયા હતા. સોના-ચાંદીમાં પણ તીવ્ર મંદી હતી.


વિશ્વબજારો પૈકી અમેરિકી માર્કેટમાં તીવ્ર કડાકો હતો. ડાઉજોન્સ તથા નાસ્ડેક 3 થી 4 ટકા ગગડયા હતા આ જ રીતે બ્રિટન, જર્મની જેવા યુરોપીયન માર્કેટોમાં આક્રમક વેચવાલીથી જોરદાર પછડાટ હતી. આજે એશિયન બજારોમાં પણ ગાબડા હતા.સોના-ચાંદી ગઇ મોડી સાંજથી પટકાયા હતા. ભારતીય કોમોડીટી એકસચેંજમાં સોનુ 500 રૂપિયા ઘટીને 50485 તથા ચાંદી 2220 રૂપિયાના કડાકાથી 60765 હતાં.


Related News

Loading...
Advertisement