કોરોનાને લીધે આ વર્ષે દિવાળીમાં ગિફટ આપવાની કોર્પોરેટ પરંપરા તૂટશે ! ?

29 October 2020 12:41 PM
India
  • કોરોનાને લીધે આ વર્ષે દિવાળીમાં ગિફટ આપવાની કોર્પોરેટ પરંપરા તૂટશે ! ?

શુકન સાચવવા સસ્તી ગિફટોથી માર્કેટ છલકાઇ, ર4 થી 99 રૂપિયાની અવનવી ગિફટની વેરાયટીઓનો ખજાનો

નવી દિલ્હી તા. ર9 : ભારતમાં દિવાળી તહેવારનું ખાસ મહત્વ રહેલું છે. આ તહેવાર નિમિતે કોર્પોરેટ કંપનીઓ પોતાના કલાયન્ટસ અને લોકો પરિવારજનોને ગિફટ આપવા માટે ખાસ બજેટની ફાળવણી કરતા હોય છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને લીધે લાગુ પડેલા અનેક નિયમોને કારણે ગિફટના બજેટ પર કામ મુકાયો છે.
મોટાભાગની કંપનીઓએ આ વર્ષે દિવાળી ગિફટના બજેટમાં ર0-પ0 ટકાનો ઘટાડો કર્યો હોવાનું ગિફટીંગ કંપનીઓએ જણાવ્યુ હતુ. ગયા વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન જર્મન હોલસેલરે કોર્પોરેટ કલાયન્ટસને અનુરૂપ 1000થી પ000 રૂપિયાની કિંમતની ગિફટો વેચીને ધિકતો બિઝનેસ કર્યો હતો. જે કંપનીઓ પોતાના કલાયન્ટ માટે મોંઘા ઇલેકટ્રોનિક સાધનો, ડિનર સેટ અને કુકવેરની ખરીદી કરતા હતા. તેઓ દ્વારા પણ આ વર્ષે કોઇ ખાસ ખરીદી જોવા મળતી નથી. તેવું મેટ્રો કેસ એન્ડ કેરીનાં એમડી અરવિંદે જણાવ્યુ હતુ.
આ વર્ષે લોકોની લાગણીને ધ્યાને લઇને મેટ્રોએ પ00 રૂપિયા કરતા પણ ઓછી કિંમતની ગિફટનો વિકલ્પ શરૂ કર્યો છે તો ર4 રૂપિયાથી લઇને 99 રૂપિયા સુધીની ગિફટની વેરાયટી પણ રજુ કરી છે.
મીઠાઇ અને ડ્રાય ફ્રુટ કે જે ગિફટનાં રૂપે આપવામાં આવતી તેનું વેચાણ પણ આ વર્ષે ડાઉન જોવા મળી રહયું છે. મીઠાઇ આઉટલેટની ચેઇન ધરાવતા હલ્દીરામ ફુડસના જણાવ્યા પ્રમાણે ‘કોર્પોરેટ કંપનીઓ દ્વારા ગિફટમાં આપવામાં આવતી મિઠાઇ અને ડ્રાય ફ્રુટનાં વેચાણમાં ગત વર્ષની તુલનાએ 60 ટકાનો ઘટાડો નોંધાયો છે.’
દિવાળીનો તહેવાર જયારે માત્ર 3 સપ્તાહ દુર હોય ત્યારે કંપનીઓ અને રિટેલર દ્વારા ગિફટના મહતમ ઓર્ડર આવી જતા હોય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઇન્કવાયરી પણ ઓછી આવી રહી છે. એક ચિફ માર્કેટીંગ ઓફીસરના જણાવ્યા પ્રમાણે ‘સામાન્ય રીતે 1000-ર000 રૂપિયાની કિંમતની ગિફટના ઓર્ડર મળતા હતા. પરંતુ આ વર્ષે બિઝનેસની નબળી સ્થિતિ તથા કોરોનાને લીધે લોકો દ્વારા પેકેજ (ગિફટ) સ્વીકારવાને લઇને સર્જાયેલી અનિશ્ર્વિતતાને લીધે ગિફટ સિસ્ટમને ભારે અસર પડી છે.


Related News

Loading...
Advertisement