યુવાવયના લોકો સાથે રહેતા વૃધ્ધોને કોરોનાનું વધુ જોખમ

29 October 2020 12:24 PM
India Top News
  • યુવાવયના લોકો સાથે રહેતા વૃધ્ધોને કોરોનાનું વધુ જોખમ

સ્ટોકહોમમાં સંશોધકોના અભ્યાસનો નિષ્કર્ષ

નવી દિલ્હી,તા. 29 : કામ કરવાની વયના લોકો સાથે રહેતા અથવા તેમના ગાઢ સંપર્કમાં રહેતા મોટી વયના લોકોને કોવિડ-19થી મૃત્યુનું વધુ જોખમ છે.
લાન્સરમાં પ્રસિધ્ધ થયેલા અભ્યાસમાં સ્ટોકહોમના સંશોધકોએ કોર હોમ્સ, ક્રાઉડેડ હાઉસીંગ અને મિકસ્ડ એજ હાઉસહોલ્ડ જેવા પરિવારના સ્વરુપ અને રહેણાંક વ્યવસ્થાન પર તેમજ પરિવાર બહાર સામાજિક સંપર્કો પર ભાર મૂકી વાયરસના ફેલાવા વિશે સમજવા પ્રયાસ કર્યો છે. અલબત, ભારતમાં ડોક્ટરો કહે છે કે રીસર્ચના ભાગરુપે કરાયેલુંવયજૂથ અન્યથા પણ જોખમ ધરાવે છે જ્યારે યુવાવયના લોકો સાથે રહેવાનો અર્થ એ છે કે તેમને સેવા-સુશ્રુષા મળી રહી છે. ફોર્ટિસ મેમોરિયલ રીસર્ચ ઇન્સ્ટીટયુટના ડાયરેક્ટર ડો. મનોજ કુમાર ગોયેલે જણાવ્યું હતું કે ભારતમાં સામાન્ય રીતે પરિવારમાં એકને ચેપ લાગે તો તમામ સભ્યોને સંક્રમણ થવાની શક્યતા છે. આવી અને સંક્રમીત લોકો જો વયસ્કો સાથે રહેતા હોય તો તેમને શારીરિક દૂરી રાખવા ભલામણ કરીએ છીએ. ડો. ગોયલે જણાવ્યું હતું કે 70 વર્ષથી વધુ વયના 2,79,831 લોકોનો અભ્યાસ કરાયો હતો. આ વયજૂથમાં મૃત્યુદર 20 ટકાથી વધુ છે.


Related News

Loading...
Advertisement