એફડી, શેર બજારને પાછળ રાખી સોનુ બન્યું બાદશાહ!

29 October 2020 11:25 AM
Business India
  • 
એફડી, શેર બજારને પાછળ રાખી સોનુ બન્યું બાદશાહ!

સોનુ ઓલ ટાઇમ હોટ ફેવરિટ: મહામારીની મંદીમાં સોનુ તેજીમાં:સોનાએ રોકાણકારોને મંદીના માહોલમાં 30 ટકા બમ્પર રિટર્ન આપ્યું જ્યારે એફડી, શેર અને નાની બચત સ્કીમોમાં રિટર્નમાં ઘટાડો

નવી દિલ્હી, તા.29
સોનુ પુરાણ કાળથી કિંમતી છે અને આજના ડીઝીટલ યુગમાં પણ તે મૂલ્યવાન છે. આ વર્ષે કોરોના મહામારીના કાળા કહેરે અર્થતંત્રની કેડ ભાંગી હતી અને અનેક બાબતોમાં મંદી હતી પરંતુ સોનામાં તેજી પુર બહાર હતી. સોનાની ચમક સામે બધા જ રોકાણના માધ્યમો ફિક્કા પડી ગયા છે. સોનામાં રોકાણ કરનારાઓએ 30 ટકા બમ્પર રિટર્ન મેળવ્યું છે જ્યારે સાવધી જમા (એફડી), શેર અને નાની બચત યોજનાઓ પર મળનાર રિટર્નમાં ઘટાડો થયો છે.


ઇ-ગોલ્ડમાં રોકાણ કરવાની પદ્ધતિઓ
ગોલ્ડ ઇટીએફ (એક્સચેંજ ટ્રેડેડ ફંડસ)થી રોકાણ કરી શકાય છે, ઇ-ગોલ્ડે રોકાણકારોને સૌથી વધુ રિટર્ન આપ્યું છે. આ સ્થિતિમાં આમ ગોલ્ડ ઇટીએફથી ઇ-ગોલ્ડમાં રોકાણની શરૂઆત કરી શકો છો. ગોલ્ડ એકમ્યુલેશન પ્લાન (ગેપ) અંતર્ગત આમ આપના મોબાઇલ વોલટ જેમ કે પેટીએમ, ફોન પે અને સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોલ્ડ પ્લાન અંતર્ગત રોકાણ કરી શકો છો. આ વિકલ્પ એમએમટીથી રજૂ કરે છે.


ફયુચર/ઓપ્શમ્સ
પ્લેટ ફોર્મ પર સોનાની ખરીદી પુરી રીતે વ્યાપારની દ્રષ્ટિએ છે. તેમાં ડિમેટ ખાતાથી રોકાણ કરી શકાય છે. નાના રોકાણકારોએ આનાથી દૂર રહેવું જોઇએ.ભારત સરકાર દ્વારા સોવરેન્ટ બોન્ડમાં રોકાણ કરવા માટે અનેક પ્રકારના વિકલ્પ આપ્યા છે. બેન્કની શાખાઓ પોસ્ટ ઓફિસો, સ્ટાફ એકસચેન્જ અને સ્ટોક હોલ્ડીંગ દ્વારા રોકાણ કરી શકાય છે.


Related News

Loading...
Advertisement