ભાવનગરમાં 33 ઘરફોડીમાં સંડોવાયેલ ચીકલીકર ગેંગના મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

29 October 2020 11:14 AM
Bhavnagar
  • ભાવનગરમાં 33 ઘરફોડીમાં સંડોવાયેલ ચીકલીકર ગેંગના મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

5.54 લાખનો મુદામાલ કબજે લઇ આરોપીઓને રિમાન્ડમાં લેવાની તજવીજ; એલ.સી.બી.ને મોટી સફળતા

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.29
ભાવનગર શહેર જીલ્લામાં તરખાટ મચાવનાર કુખ્યાત ચીકલીકર ગેંગના મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લઇ પોલીસે રોકડ, ઘરેણા મળી કુલ રૂા.5.54 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને 33 ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.


ભાવનગર એલસીબીના સ્ટાફે પૂર્વે બાતમીના આધારે શહેરના હાદાનગર વિસ્તારમાંથી બે બાઇક નં. જીજે-01-એમબી-2854 અને જીજે-4-ડીડી-1644 લઇને જઇ રહેલ મહિલા સહિત 3 શખ્સોની શંકાના આધારે તલાસી લેતા આ શખ્સો પાસેથી રોકડ, દાગીના અને મોબાઇલ સહિતની વસ્તુઓ મળી આવતા જે અંગેની પૂછપરછમાં યોગ્ય ખુલાસો નહીં આપતા ત્રણેયની આગવી ઢબે પૂછપરછ કરી તેના નામ-સરનામાઓ માંગ્યા હતા.


જેમાં આ શખ્સો પૈકી રામસીંગ અર્જુનસિંહ બાવરી (ઉ.વ. 22, રહે. સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, ભાવનગર) પ્રતાપસિંગ મનજીતસિંગ દુધાળી (ઉ.વ. 20, રહે. ખાડી તલાવડી, વારસીયા વડોદરા) અને જયોતિકૌર અર્જુનસિંહ બાવરી (ઉ.વ. 35, રહે. સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી) હોવાનું અને કબજે કરેલ વસ્તુઓ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા એલસીબી પોલીસે રૂા.150,974 રોકડા, 19,8,440ની કિંમતના સોનાના અને રૂા.11,1000ની કિંમતના ચાંદીના દાગીના, બે બાઇક, મોબાઇલ ફોન, ઘડીયાળ સહિતની વસ્તુઓ મળી કુલ રૂા.5,459,96નો મુદામાલ કબજે કરી ચારેયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


ઝડપાયેલ ચીકલીકર ગેંગએ ભાવનગરની 33 ચોરીમાં કબુલી છે અને તેના રીમાન્ડ દરમિયાન વધુ ઘરફોડી ચોરીઓનો ભેદ ઉકેલવાની શકયતા જણાઇ રહી છે. આ ગેંગને ઝડપી લેવામાં એલસીબીના પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઇ એન.જી. જાડેજા તથા સ્ટાફ સાથે જોડાયો હતો.


યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
ભાવનગર શહેરના રેવાપરી રોડ લેપ્રેસી કોલોનીમાં રહેતો અને છૂટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો ગોવિંદભાઇ પંડિતભાઇ વસાવાને છેલ્લા કેટલાય સમયથી કોઇ કામ ન મળતા બેકારીથી કંટાળી જઇ તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Loading...
Advertisement