ભાવનગરમાં વધુ એક પત્રકારનો ભોગ

29 October 2020 11:11 AM
Bhavnagar
  • ભાવનગરમાં વધુ એક પત્રકારનો ભોગ


ભાવનગર, તા. ર9
ભાવનગર જિલ્લામાં કોરોના વાઇરસે વધુ એક પત્રકારનો ભોગ લીધો છે. મળતી વિગતો મુજબ ભાવનગરમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અને ચિત્રલેખા, અભિયાન તેમજ જાણીતા દૈનિકપત્રમાં ફોટોગ્રાફર તરીકે સંકળાયેલા કમલેશ ડી. ત્રિવેદી (ઉ.વ.પ0)ને કોરોના થતા બજરંગદાસ બાપા હોસ્પિટલમાં દાખલ કરાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજતાં પરિવાર અને મિત્ર વર્તુળમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં અગાઉ બે પત્રકારોનાં કોરોનાથી મોત નિપજયા છે.


Loading...
Advertisement