સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ ર88 દર્દીઓએ કોરોનાને હરાવ્યો : ર3પ નવા કેસ

29 October 2020 11:09 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ ર88 દર્દીઓએ કોરોનાને હરાવ્યો : ર3પ નવા કેસ

પોરબંદર જિલ્લો કોરોનામુકત એક પણ કેસ નહીં : ભાવનગર-જામનગર જિલ્લામાં રાહત : રાજકોટ 91, જામનગર 30, ભાવનગર 16, જુનાગઢ 2ર, અમરેલી ર0, સુરેન્દ્રનગર 16, ગીર સોમનાથ-મોરબી 9, દ્વારકા 7, બોટાદ 1, કચ્છ 14 કેસ : રાજકોટ પ અને જામનગર 4 દર્દીઓના મોત

રાજકોટ, તા. ર9
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરોતર કોરોના પોઝીટીવ કેસમાં ઘટાડો થતા રાહત જોવા મળી રહી છે તેમ છતાં આગામી દિવસોમાં દિવાળી-નૂતન વર્ષ, ભાઇબીજ જેવા પર્વોમાં શિયાળા ઋતુની અસરના ભાગરૂપે ઠંડીના દિવસોમાં કોરોના સામે સાવચેતી રાખવી વધુ જરૂરી બનશે. સૌરાષ્ટ્રમાં એક સમયે મોખરે રહેલા ભાવનગર-જામનગર જિલ્લામાં કેસ ઘટી ગયા છે.


છેલ્લા ર4 કલાકમાં રાજકોટ 91, જામનગર 30, ભાવનગર 16, જુનાગઢ રર, અમરેલી ર0, સુરેન્દ્રનગર 16, ગીર સોમનાથ 9, દ્વારકા 7, બોટાદ 1, કચ્છ 14 મળી કુલ ર3પ પોઝીટીવ કેસ સામે ર88 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ પ અને જામનગર 4 દર્દીઓના મોત જાહેર થયા છે. પોરબંદર જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં શિયાળાના આગમન પૂર્વે પોઝીટીવ કેસમાં ઘટાડો નોંધાયો છે. નવરાત્રીના નોરતાની સમાપ્તી બાદ કોરોના કેસોમાં થોડી રાહત જોવા મળતા દિવાળી, નૂતન વર્ષ પર્વ સારા નિવડે તેવા અણસાર છે. રાજકોટ જિલ્લામાં વધુ 91 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરના પ3 અને ગ્રામ્યના 74 મળી કુલ 91 પોઝીટીવ કેસ સાથે શહેરના 84ર8 અને ગ્રામ્યના 3874 સહિત જિલ્લાનો કુલ આંક 1ર હજારને પાર પહોંચ્યો છે.શહેરના પર3 અને ગ્રામ્યના 16પ મળી કુલ 688 દર્દીઓ હજુ સારવાર હોય છે. 74 દર્દીઓને રજા મળી છે. ગઇકાલે વધુ પ મોત નોંધાયા હતા. રીકવરી રેટ 91.48 ટકા નોંધાયો છે.


મોરબી
મોરબી જિલ્લામાં બે દિવસ પહેલા કેસની સંખ્યા ર0ની ઉપર નોંધાયા બાદ વધુ નવા 9 કેસ નોંધાતા રાહત થવા પામી છે. 14 દર્દીઓ સાજા થતા રજા મળી છે કુલ આંક ર174 પર
પહોંચ્યો છે.


સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 16 કેસ સામે 1ર દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.


ભાવનગર
ભાવનગર જિલ્લા વધુ 16 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,739 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 8 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 11 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા ખાતે 2, તળાજા તાલુકાના વેજોદરી ગામ ખાતે 1, તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે 1 તેમજ ઘોઘા ખાતે 1 કેસ મળી કુલ 5 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.


જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 11 અને તાલુકાઓના 4 એમ કુલ 15 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા 4,739 કેસ પૈકી હાલ 59 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,605 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકામાં કોરોનાના એક-એક કેસ નોંધાયા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અડધો ડઝન આસપાસ જ રહે છે, જ્યારે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધારે હોય છે.


આ વચ્ચે ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકા ખંભાળિયા, ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુરમાં એક એક કેસ મળી કુલ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ખંભાળિયાના ત્રણ તથા કલ્યાણપુર અને દ્વારકાના એક - એક મળી કુલ પાંચ દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા અપાઈ છે. જિલ્લામાં કોરોનાના હાલ 60 એક્ટિવ કેસ છે અને કોરોના દરમિયાન મૃત્યુ આંક પણ 58નો યથાવત રહ્યો છે.


Related News

Loading...
Advertisement