‘અમે નહીં તો તમે પણ નહીં’: આજે કોલકત્તાને પ્લેઓફમાં જતું અટકાવવા માગશે ચેન્નાઈ

29 October 2020 10:57 AM
Sports
  • ‘અમે નહીં તો તમે પણ નહીં’: આજે કોલકત્તાને પ્લેઓફમાં જતું અટકાવવા માગશે ચેન્નાઈ

બહાર થઈ ગયેલી ચેન્નાઈ સામે કોલકત્તાએ જીતવું ફરજિયાત: બેંગ્લોર સામે જીત મેળવી ધોનીસેના ફૂલ ફોર્મમાં: પંજાબ સામે મળેલા પરાજયને ભૂલીને મેદાને ઉતરશે કોલકત્તા

દુબઈ, તા.29
આજે દુબઈ ઈન્ટરનેશલ ગ્રાઉન્ડ ઉપર ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયેલી ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ અને પ્લેઓફમાં જવા માટે મથી રહેલી કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો થશે. જો કે ધોનીસેનાનો લક્ષ્યાંક કોલકત્તાને હરાવીને પ્લેઓફમાં જતી અટકાવવા માટે હશે. એકંદરે ‘અમે નહીં તો તમે પણ નહીં’ના ઈરાદા સાથે જ ધોનીના ધુરંધરો મેદાને ઉતરશે. બીજી બાજુ કોલકત્તાએ આજનો મેચ જીતવો ફરજિયાત હોવાથી મેચ રોમાંચક બની રહેવાની પૂરી સંભાવના છે. આ પહેલાં બેંગ્લોર સામે જીત મેળવી ધોની સેના ફૂલ ફોર્મમાં છે. જો કે કોલકત્તા પંજાબ સામે શરણાગતિ સમા પરાજયમાંથી બહાર આવીને મેદાને ઉતરવા માંગશે.
કલકત્તા માટે આજની મેચ સરળ નહીં રહે કેમ કે બેંગ્લોર સામે આઠ વિકેટે જીત મેળવીને ચેન્નાઈએ પોતાનો પરચો આપ્યો હતો. જ્યારે કલકત્તા ચેન્નાઈ સામેના પાછલા મુકાબલાની જેમ આ મુકાબલામાં પણ તેને મોટા અંતરથી પરાજય આપવાનો પ્રયાસ કરશે. દિલ્હી સામે ગાજેલો નીતિશ રાણા પંજાબ સામે ફેલ થયો હતો. ટીમનું બેટિંગ પ્રદર્શન કેપ્ટન મોર્ગન માટે ચિંતાનો વિષય છે. જો કે તેનો બોલિંગ એટેક ઘણો સારો છે પરંતુ આજના મેચમાં બન્ને ડિપાર્ટમેન્ટે ઉમદાથી ઉમદા પ્રદર્શન કરવું જ પડશે.
જ્યારે આઈપીએલના 13 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચ્યા વગર બહાર નીકળી ગઈ છે એવામાં પોતાની બાકી રહેલી બે મેચ જીતીને ચેન્નાઈ આ ટૂર્નામેન્ટની સફર પૂરી કરવા માગશે. બેંગ્લોર સામેની મેચમાં મિશેલ સેન્ટનરનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો વળી યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડે શાનદાર ઈનિંગ રમી હતી. ચેન્નાઈના બોલર્સે બેંગ્લોરના કેલાડીને જે પ્રમાણે ઓછા રનમાં અટકાવી વિજય મેળવ્યો હતો એ પ્રમાણે આજની મેચમાં પણ કલકત્તાને હંફાવવા મેદાને ઉતરશે.


Related News

Loading...
Advertisement