ભારત સામેની વન-ડે અને ટી-20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત

29 October 2020 10:50 AM
Sports Top News
  • ભારત સામેની વન-ડે અને ટી-20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત

21 વર્ષીય કેમરોન ગ્રીનને અપાઈ તક, મોઈઝેઝ હેનરીક્સનું પણ ત્રણ વર્ષ બાદ પુનરાગમન

નવીદિલ્હી, તા.29
ભારત વિરુદ્ધ વન-ડે અને ટી-20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 18 સભ્યોની ટીમમાં 21 વર્ષીય ઓલરાઉન્ડર કેમરોન ગ્રીનને તક આપવામાં આવી છે. આ ઉપરાંત 3 વર્ષ બાદ મોઈઝેઝ હેનરિક્સનું પણ ટીમમાં પુનરાગમન થયું છે. ઈજા સાથે ઝઝૂમી રહેલા મીશેલ માર્શની જગ્યાએ હેનરિક્સને તક અપાઈ છે. આવતાં મહિનાથી ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ થશે.
આ પહેલાં પાછલા સપ્તાહે ઓસ્ટ્રેલિયાના પૂર્વ પસંદગીકાર ગ્રેગ ચેપલે કેમરોન ગ્રીનને ટીમમાં તક આપવાની માંગ કરી હતી. 21 વર્ષીય ગ્રીન શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટના પ્રારંભીક મેચોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે થોડા દિવસ પહેલાં ન્યુ સાઉથ વેલ્સ વિરુદ્ધ એડિેલેડ ગ્રાઉન્ડ ઉપર 197 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત તસમાનિયા વિરુદ્ધ 158 રનની અણનમ ઈનિંગ રમી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન ટ્રેવર હોન્સે કહ્યું કે ભવિષ્યને ધ્યાનમાં રાખી આ ખેલાડીને ટીમમાં તક આપવામાં આવી છે.
બીજી બાજુ ત્રણ વર્ષ બાદ ટીમમાં સામેલ કરાયેલા મોઈઝેઝ હેનરિક્સે પાછલી સીઝનમાં સિડની સિક્સરને બીગબેશ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.


Related News

Loading...
Advertisement