લોકડાઉનના 8 મહિના બાદ પહેલીવાર જીએસટી કલેકશન 1 લાખ કરોડથી વધુ થઈ શકે છે

29 October 2020 10:26 AM
India
  • લોકડાઉનના 8 મહિના બાદ પહેલીવાર જીએસટી કલેકશન 1 લાખ કરોડથી વધુ થઈ શકે છે

અનલોક બાદ આર્થિક ગતિવિધિમાં તેજી આવતા કારોબાર સામાન્ય થયો:કેન્દ્રે 16 રાજયો, બે કેન્દ્રશાસિત પ્રદેશો માટે જીએસટી ક્ષતિપૂર્તિ માટે 6 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા

નવી દિલ્હી તા.29
કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ભારતમાં પ્રથમવાર આઠ મહિના બાદ જીએસટી કલેકશન એક લાખ કરોડથી વધુ થવાની આશા જાગી છે. કારણ કે લોકડાઉન ખુલ્યા બાદ દેશમાં આર્થિક ગતિવિધિમાં વધારો થયો છે અને કારોબાર સામાન્ય થઈ રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે જીએસટીને આર્થિક સ્વાસ્થ્યનું બેરોમીટર માનવામાં આવે છે. જીઓસટીને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેસ્ટીવલ સીઝનના કારણે ઘરેલુ માંગમાં તેજી આવતા બજારમાં તેજી જોવા મળી રહી છે. જીએસટી રિટર્ન ફાઈલ કરવાથી ઓકટોબરમાં જીએસટી કલેકશન એક લાખ કરોડથી વધુ થઈ શકે છે. હાલના સમયમાં જીએસટી કલેકશનમાં ઉછાળો આવવો કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર છે. કારણ કે રાજય સરકારોની 2.35 લાખ કરોડ રૂપિયાની જીએસટી ભરપાઈ માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોક કેન્દ્ર સરકાર લઈ રહી છે. ઉલ્લેખનીય છે

કે કોરોના વાઈરસ મહામારીના કારણે 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. જે 68 દિવસ ચાલ્યું હતું. જેની નિર્માણ અને સેવા ક્ષેત્રમાં ગંભીર અસર પડી હતી. કારણ કે બધી સેવાઓ અસ્થાયી રૂપે ઠપ્પ થઈ ગઈ હતી.


ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 16 રાજયો તેમજ બે કેન્દ્ર શાસીત પ્રદેશોને જીએસટી ક્ષતિપૂર્તિના પ્રથમ હપ્તાનાં રૂપમાં લોન લઈને 6000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સરકારે 2020-21માં જીએસટી કલેકશનમાં કમીને પુરી કરવા માટે વિશેષ લોનની વ્યવસ્થા કરી કુલ 21 રાજયો અને 2 કેન્દ્રશાસીત પ્રદેશો આ વ્યવસ્થાના વિકલ્પને પસંદ કર્યો છે.


Related News

Loading...
Advertisement