હવે બન્ને મેચ જીતીને બેંગ્લોર ટોપ-2માં જગ્યા બનાવશે: કોહલી

29 October 2020 10:25 AM
Sports Top News
  • હવે બન્ને મેચ જીતીને બેંગ્લોર ટોપ-2માં જગ્યા બનાવશે: કોહલી

છેલ્લી પાંચ ઓવરમાં અમારી બેટિંગ અત્યંત વિચિત્ર રહી

અબુધાબી, તા.29
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ડેથ ઓવરોમાં મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગના વખાણ કરતાં કહ્યું કે તેની ટીમ 20 રન પાછળ રહી ગઈ હતી. બેંગ્લોરને 6 વિકેટે 164 રને અટકાવ્યા બાદ મુંબઈએ પાંચ બોલ બાકી રાખતાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
બેંગ્લોરના બેટધસરો અંતિમ પાંચ ઓવરોમાં 35 રન જ બનાવી શકતાં કોહલીએ આ વિશે કહ્યું હતું કે અંતિમ પાંચ ઓવરમાં અમારી બેટિંગ અત્યંત વિચિત્ર રહી હતી. અમારા શોટ સીધા તેમના ફિલ્ડર પાસે જઈ રહ્યા હતા. મુંબઈએ સારી બેટિંગ કરી જેના કારણે અમારા 20 રન ઓછા બન્યા હતા.
કોહલીએ કહ્યું કે આગળના બન્ને મેચ જીતીને તેની ટીમ ટોપ-2માં જગ્યા બનાવી શકે છે. અમુક ટીમો પોતુનં સર્વશ્રેષ્ઠ ઝડપથી કરે છે તો અમુક ટીમ ખોટા સમયે ખરાબ રમત રમી જાય છે. પોઈન્ટ ટેબલમાં જોઈએ તો નીચલા ક્રમની ટીમોએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. અમારો લક્ષ્યાંક હવે બાકીના બન્ને મેચ જીતીને ટોપ-2માં રહેવાનો છે.
મુંબઈના કેપ્ટન કિરોન પોલાર્ડે અણનમ 79 રન બનાવનારા સૂર્યકુમાર યાદવના વખાણ કરતાં કહ્યું કે સ્થિતિ જે પણ હોય સૂર્યએ હંમેશા સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમમાં પસંદ નહીં થવાથી તે ઘણો દુ:ખી હશે પરંતુ મને લાગે છે કે તે પસંદગીની અત્યંત નજીક પહોંચી ગયો છે.


Related News

Loading...
Advertisement