રાજપરડા, ગાંજાવદર અને ઉંટિયાને જોડતાં માર્ગનું ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા લોકાર્પણ

29 October 2020 10:16 AM
Amreli
  • રાજપરડા, ગાંજાવદર અને ઉંટિયાને જોડતાં માર્ગનું ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા લોકાર્પણ


રાજુલા તાલુકાના રાજપરડા, ગાંજાવદર અને ઉંટિયા સહિતનાં ગામોને જોડતાં માર્ગનું નવિનીકરણ કામ થોડા દિવસો પહેલા જ શરૂ થયુ હતું ત્યારે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા, પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર, હડમતીયા સરપંચ રાણીંગભાઈ પીંજર, ઉટિંયા સરપંચ ભાણાભાઈ લાખણોત્રા, રાજપરડા સરપંચ દાનાભાઈ વાણિયા, ઉપસરપંચ ધીરુભાઈ સોલંકી, પીપાવાવ સરપંચ ભાણાભાઈ ગુજરીયા તેમજ કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ ડી. વાધ, જોરુભાઈ મેગળ, યુવા આગેવાન અજય શિયાળ, હિતેશ સોલંકી સહિત સ્થાનિક આગેવાનો અરજણભાઇ લાખણોત્રા, રામભાઇ વાઘ, આતાભાઇ વાઘ, બાબુભાઈ વાઘ, ટપુભાઈ લાખણોત્રા, કાનાભાઈ ચૌહાણ સહિતના સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ નવા બનેલા માર્ગનું શ્રીફળ ફોડી, રિબીન કાપી, મોઢા મીઠાં કરવામાં આવ્યા હતા. લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


Loading...
Advertisement