સાવરકુંડલાનાં માનવ મંદિરને રૂપિયા 1.11 લાખની આર્થિક મદદ કરાઈ

29 October 2020 10:11 AM
Amreli
  • સાવરકુંડલાનાં માનવ મંદિરને રૂપિયા 1.11 લાખની આર્થિક મદદ કરાઈ


સાવરકુંડલા માનવ મંદિરે છેલ્લા ત્રણ વર્ષથી ડાભાળી ગામના જયામા પૂ.ભક્તિતબાપુની નિશ્રામાં સારવાર લઈ રહ્યા છે. આજે એ જ ગામના છોડવડિયા પરિવારે માનવમંદિરે આવી ગામની દાખલ મહિલાની મુલાકાત લીધી અને પોતાના ગામની સામાજિક જવાબદારી નિભાવીને રૂ. એક લાખ, અગિયાર હજારનું દાન આપી અને આજીવન તિથિ આપી અને સુપ્રસિદ્ધ કથાકાર પૂ. ડો.રામેશ્વરબાપુની ઓનલાઈન રામકથામાં સૌએ હાજરી આપી. જયામાની દીકરી તમન્ના સાથે આવી છે ત્યારે આ માતા પુત્રીનું મિલનના દ્રશ્યોએ સૌ કોઈની આખો ભીની કરી અને નવરાત્રિમાં જોગમાયા મનોરોગી માતાએ પુત્રી સાથે રાસ લીધા.


Loading...
Advertisement