અમરેલીમાં મા દુર્ગાની આરાધના કરતા યુવા અગ્રણી સંઘાણી

29 October 2020 10:09 AM
Amreli
  • અમરેલીમાં મા દુર્ગાની આરાધના કરતા યુવા અગ્રણી સંઘાણી


હિન્દુ ધર્મનો મોટો તહેવાર નવલા નવરાત્રી અને માં જગદંબાની આરાધનાના પર્વને કોરોના મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ અને નિયમોને ઘ્યાનમાં રાખી અને અમરેલીની ધર્મ પ્રેમી જનતા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં માતાજીના નવમાં નોરતાએ મહા આરતીનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા શહેરના લાઠી રોડ ખાતે એબીવીપી આયોજિત, શશાંક મહાજન પાર્ટી પ્લોટ, મન રો હાઉસ, આનંદનગર 1 અને આનંદનગર ર ખાતે માં જગદંબાની આરતી અને આરાધના કરવામાં આવી હતી.


Loading...
Advertisement