લીલીયાનાં મામલતદાર અને નાયબ મામલતદારની અનેરી કામગીરી

29 October 2020 10:07 AM
Amreli
  • લીલીયાનાં મામલતદાર અને નાયબ મામલતદારની અનેરી કામગીરી


લીલીયા તાલુકામાં મામલતદાર કચેરીમાં પૂરવઠા શાખામાં રેશનકાર્ડમાં નામ ઉમેરવા તેમજ નામ કમી કરવા રેશનકાર્ડમાં સુધારો કરવા વિગેરેની કામગીરી માટે તાલુકામાંથી આવતા અરજદારોને એક જ દિવસમાં કામગીરી કરી આપવામાં આવે છે. તેમજ નવા કાર્ડ અને અલગ કાર્ડની અરજીઓનો પણ સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે છે. તેમજ છેલ્લા ત્રણ માસમાં અગ્રતા ધરાવતા કુટુંબોની 318 અરજીઓ નિકાલ કરી તેમને પૂરવઠો ચાલુ કરી આપવામાં આવેલ છે. તાલુકાના અરજદારો પૂરવઠાની કામગીરીથી સંતોષ અનુભવે છે. મામલતદાર બિંદુબેન કુબાવત તથા પૂરવઠાની કામગીરી સંભાળતા નાયબ મામલતદાર પી.સી. પરમારની કામગીરીથી તાલુકાના અરજદારો સંતોષ અનુભવે છે.


Loading...
Advertisement