ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૬ કેસ સામે ૧૫ દર્દી સાજા થયા

28 October 2020 08:40 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૬ કેસ સામે ૧૫ દર્દી સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૪,૭૩૯ કેસો પૈકી ૫૯ દર્દીઓ સારવાર હેઠળ

વિપુલ હિરાણી
ભાવનગર તા.૨૮
ભાવનગરમાં આજે કોરોનાના ૧૬ નવા કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૭૩૯ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૮ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૧ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા ખાતે ૨, તળાજાના વેજોદરી ગામમાં ૧, કુંઢેલીમાં ૧ તેમજ ઘોઘામાં ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીજીતરફ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૧ અને તાલુકાઓના ૪ એમ કુલ ૧૫ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજિયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૪,૭૩૯ કેસ પૈકી હાલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪,૬૦૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેમજ જિલ્લામાં કુલ ૬૮ દર્દીના મોત થયા છે.


Related News

Loading...
Advertisement