ગુજરાતમાં કોરોના તળિયે : નવા ૯૮૦ કેસ સામે ૧૧૦૦ થી વધુ દર્દી સાજા થયા

28 October 2020 08:32 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોના તળિયે : નવા ૯૮૦ કેસ સામે ૧૧૦૦ થી વધુ દર્દી સાજા થયા

એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧૩૩૫૪ થઈ, છેલ્લા ૨૪ કલાકમાં ૬ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૭૦૪ થયો

રાજકોટઃ
ગુજરાત માટે રાહતની વાત છે કે, દિવસેને, દિવસે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, તો બીજીતરફ સંક્રમિત થયેલા દર્દીઓ પણ ઝડપથી સાજા થઈ રહ્યા છે. નવા કેસો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલ કુલ ૧૩૩૫૪ એક્ટિવ કેસો છે. આજે પણ ૧૧૦૦થી વધુ સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૯૮૦ કેસો નોંધાયા છે. જ્યારે ૬ દર્દીઓના મૃત્યુ થયા છે. અને ૧૧૦૭ દર્દીઓ સાજા થયા થયા છે. હાલ ૬૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૧૩૨૯૧ દર્દીઓ સ્ટેબલ છે. કુલ મૃત્યુઆંક ૩૭૦૪ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૧૭૦૦૫૩ પર પહોંચ્યો છે.


જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

સુરત ૨૨૭
અમદાવાદ ૧૮૬
વડોદરા ૧૧૩
રાજકોટ ૯૧
ગાંધીનગર ૩૯
મહેસાણા ૩૨
બનાસકાંઠા ૩૦
જામનગર ૩૦
જૂનાગઢ રર
અમરેલી ૨૦
પાટણ ૧૮
સાબરકાંઠા ૧૭
સુરેન્દ્રનગર ૧૬
ભાવનગર ૧૬
ભરૂચ ૧૫
પંચમહાલ ૧૫
કચ્છ ૧૪
આણંદ ૧૦
ગીર સોમનાથ ૯
ખેડા ૯
મોરબી ૯
છોટા ઉદેપુર ૭
દેવભૂમિ દ્વારકા ૭
નર્મદા ૭
દાહોદ ૬
અરવલ્લી ૪
મહિસાગર ૩
તાપી ૩
નવસારી ૨
વલસાડ ૨
બોટાદ ૧.


Related News

Loading...
Advertisement