કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત, ટ્વિટ કરી માહિતી આપી

28 October 2020 08:08 PM
India Politics
  • કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત, ટ્વિટ કરી માહિતી આપી

સ્મૃતિ ઈરાનીએ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી


દિલ્હીઃ
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત થયા છે. આ જાણકારી તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી આપી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા માટે આ સાથે સંકળાયેલા શબ્દોને શોધવું મારા માટે થોડું મુશ્કેલ છે, જોકે, હું તેને સરળ રાખવા માંગું છું - હું કોરોના સંક્રમિત થઈ છું, અને એ તમામ લોકો જે મારા સંપર્કમાં રહ્યા છે તેમને કહેવાનું કે, તેઓ તેમનો કોરોના ટેસ્ટ શક્ય તેટલી વહેલી તકે કરાવે'

તાજેતરમાં સ્મૃતિ ઈરાની વિધાનસભાની પેટાચૂંટણીને લઈ ગુજરાતના પ્રવાસે હતા. તેમણે મોરબી ખાતે એક સભા સંબોધી હતી. બિહારમાં પણ ભાજપના સ્ટાર પ્રચારક હોવાથી તેમણે ગોપાલગંજમાં ચૂંટણી બેઠક યોજી હતી. અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા.


Related News

Loading...
Advertisement