પડતર પ્રશ્ને રાજયના કર્મચારીઓનો અનોખો વિરોધ : રકતદાન શિબિર યોજી

28 October 2020 07:33 PM
Gujarat
  • પડતર પ્રશ્ને રાજયના કર્મચારીઓનો અનોખો વિરોધ : રકતદાન શિબિર યોજી

80 જેટલા કર્મચારીઓએ રકતદાન કર્યુ

ગાંધીનગર તા.28
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી કરવામાં આવી નથી જેમાં મુખ્યત્વે ફિક્સ પગારનો સુપ્રીમ કોર્ટમાં ચાલતો કેસ સરકાર પાછો ખેંચે, જૂની પેન્શન યોજના લાગુ કરવી, સાતમા પગાર પંચ મુજબ કર્મચારીઓને ભથ્થા લાગુ કરવા અને સ્થગિત કરેલા મોંઘવારી ભથ્થાના હપ્તા આવી રહેલા તહેવારો પહેલા સરકાર ચૂપ કરે તેવી પ્રબળ માગ કર્મચારીઓમાં ઊભી થઈ છે.
જોકે અગાઉ પણ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ પ્રશ્ન વણ ઉકેલાયેલા રહ્યા છે ત્યારે સરકારને ઢંઢોળવા માટે કર્મચારી સમિતિ દ્વારા કોવિડ 19ની વર્તમાન સ્થિતિને ઘ્યાને રાખીને બ્લડ બેંકો માટે રક્તદાન શિબિર આયોજીત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ અંતર્ગત સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હોવાનો સ્વીકાર વિષ્ણુભાઈ પટેલે કર્યો છે.
આજે ગાંધીનગર જુના સચિવાલય ખાતે યોજાયેલી રક્તદાન શિબિર સાથે ના પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અગ્રણી હોદ્દેદારો સંજયભાઈ પટેલ દિનેશ દેવમુરારી પ્રવીણભાઈ સોલંકી આર એચ પટેલ સહિત કર્મચારી મહામંડળ સાથે સંકળાયેલા અન્ય સંઘ મહાસાગર અને મહામંડળના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement