ટ્રમ્પે ચૂંટણીમાં ગરબડીની આશંકા વ્યક્ત કરી: સદીનું સૌથી વધુ મતદાન થવાની શકયતા

28 October 2020 07:31 PM
Top News World
  • ટ્રમ્પે ચૂંટણીમાં ગરબડીની આશંકા વ્યક્ત કરી: સદીનું સૌથી વધુ મતદાન થવાની શકયતા

મતગણતરી બે સપ્તાહ ચાલે તે અયોગ્ય: ટ્રમ્પ

વોશિંગ્ટન તા.28
અમેરિકાના હવે પછીના પ્રમુખ કોણ હશે તે આવતા સપ્તાહે સ્પષ્ટ થઈ જશે, પણ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીવાર અમેરિકી ચૂંટણીની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવી મેઈલ-ઈન મતો સામે આશંકા જતાવી હતી.3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી આડે મોડ એક સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે 7 કરોડ અમેરિકનો તેમના મત આપી ચૂકયા છે. 2016માં મતદાન થયું હતું તેના અડધાથી વધુ મતદારો મત આપી ચૂકયા છે.
આ જોતા અમેરિકી પ્રમુખપદની ચૂંટણી માટે સદીનું ટકાવારીની દ્રષ્ટીએ સૌથી વધુ મતદાન થાય તેવી શકયતા છે.
જાણકારોના જણાવ્યા મુજબ કોરોના વાયરસના ડરના કારરે લોકોએ મોટી સંખ્યામાં પહેલું મતદાન કર્યું છે.
ટ્રમ્પે આજે જણાવ્યું હતું કે બે સપ્તાહ સુધી મતગણના કરવાના બદલે વિજેતા 3 નવેમ્બરે જાહેર થાય તો યોગ્ય અને ઘણું લાગું રહેશે. આટલી લાંબી મતગણતરી અયોગ્ય છે અને હું નથી માનતો કે આપણો કાયદો પણ ચાલું રહે છે.ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે મેઈલ-ઈન વોટની ચૂંટણીમાં ગરબડ ગોટાળા થશે. તે અવારનવાર ચૂંટણી પ્રક્રિયાની ટીકા કરી ચૂકયા છે.
કેટલાકને ડર છે કે મતદાન મથકે અને મતગણતરી કેન્દ્રો પર હિંસા થઈ શકે છે.


Related News

Loading...
Advertisement