અમરેલી,રાજકોટ અને જામનગર બાદ સુરેન્દ્રનગરમાં ગુજસીટોક હેઠળનો ગુનો

28 October 2020 07:29 PM
Surendaranagar Saurashtra
  • અમરેલી,રાજકોટ અને જામનગર બાદ
સુરેન્દ્રનગરમાં ગુજસીટોક હેઠળનો ગુનો

છાસવારે ગુના આચરતી ટોળકીના છ શખ્સો સામે કઠોર જોગવાઈવાળા કાયદા હેઠળ કાર્યવાહી: રાજકોટ રેન્જ આઈ.જી સંદીપસિંહના માર્ગદર્શનમાં ગુજસીટોકનો બીજો ગુનો નોંધાયો

રાજકોટ તા.28
સુરેન્દ્રનગર ખુન, ખુનની કોશીષ, ગેંગરેપ, લુંટ, ધાડ, ખંડણી. અપહરણ, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ-જીવલેણ હુમલો. આર્મ્સ એકટ, પ્રોહીબીશન ભંગ, હાઇવે ચોરી, જેવા અસંખ્ય ગુન્હાઓ આચરનાર સંગઠિત ગુન્હા આચરતી ટોળકી વિરૂઘ્ધ કડક કાર્યવાહી કરી રેન્જ આઈ.જી ના આદેશથી આ ટોળકી સામે આકરી જોગવાઈવાળા ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે.રાજકોટ રેન્જ આઈ.જીના માર્ગદર્શનમાં જામનગર બાદ સુરેન્દ્રનગરમાં આ બીજો ગુનો ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે.
રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહના સીધા માર્ગદર્શન હેઠળ એસ.પી મહેન્દ્ર બગડીયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ, અમદાવાદ-કચ્છ નેશનલ હાઇવે તથા જીલ્લાના અંતરીયાળ રોડ ઉપર રાત્રીના સમયે પસાર થતા વાહનોમાં ચાલુ વાહને ચડી તેના રસ્સા, તાડપત્રી કાપી તેમાં રહેલ કીંમતી મુદામાલની ચોરી કરતી ગેંગ સક્રીય હોય, આ ગેંગના આરોપીઓ દ્વારા સંગઠીત થઇ ખુન, ખૂનની કોશીષ, ગેંગરેપ, લુંટ, ધાડ, ખંડણી. અપહરણ, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ-જીવલેણ હુમલો. આર્મ્સ એકટ, પ્રોહીબીશન ભંગ, હાઇવે ચોરી, વાહનયોરી સહિતના અસંખ્ય ગુન્હાઓ આચરેલ હોય અગાઉ આ ગેંગમાં સંડોવાયેલ આરોપીઓને અનેક ગુન્હા કામે અટક કરી નામ કોર્ટ હવાલે કરવામાં આવેલ, પરંતુ મજકુર આરોપીઓ નામ. કોર્ટથી ગુા કામે જામીનમુકત થયા બાદ ફરીથી પોતાની ગુનાહિત પ્રવૃતિ શરૂ રાખતા હોય, જેથી સંગઠિત ગુન્હાઓ આચરતી ગેંગના તમામ ઇસમોની માહીતી મેળવી, ગુનાહિત ઇતિહાસ શોધી કાઢી, સંગઠિત ગુન્હા આચરતી ટોળકીના તમામ આરોપીઓ વિરૂધ્ય અસરકારક અને કાયમી ધોરણે તેઓની આવી ગુનાહિત પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ પરીણામલક્ષી કાર્યવાહી કરવા એલ.સી.બી. પી.આઈ ડી.એમ. ઢોલ ને વિગતવારની સુચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ ઢોલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ફીરોજખાન અલીખાન જતમલેક ઉવ.26 રહે.ગેડીયા, કાળવાનાથની જગ્યા પાસે તા. પાટડી જી.સુ.નગર,મહર્મદખાન ઉર્ફે રાજભા હુશેનખાન જત મલેક ઉવ.45 રહે.ગેડીયા તા.પાટડી જી. સુરેન્દ્રનગર, હરપાલસિંહ ઉર્ફે કાળુભા બળવંતસિંહ ઉર્ફે બટુકસિંહ ઝાલા ઉવ.29 રહે.ઈગરોડી, તા.લખતર જી.સુરેન્દ્રનગર, અમજીતખાન રસુલખાન જતમલેક ઉવ.32 રહે. ઇંગરોડી તા.લખતર જી.સુરેન્દ્રનગર,સીરાજખાન રહિમખાન જત મલેક ઉવ.28 રહે.ઇગરોડી તા.લખતર જી.સુરેન્દ્રનગર, શબ્બીરહુસેન મીયાસાબ સૈયદ ઉવ.20 રહે.ભટાસણ, રણછોડપુરા તા.જોડાણા જી.મહેસાણા ની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.


Related News

Loading...
Advertisement