પાટનગર દિલ્હીમાં કોરોનાનો ભરડો : સ્કુલો અનિશ્ચિત મુદત માટે બંધ

28 October 2020 07:24 PM
India
  • પાટનગર દિલ્હીમાં કોરોનાનો ભરડો : 
સ્કુલો અનિશ્ચિત મુદત માટે બંધ

નવી દિલ્હી, તા. ર8
ભારતમાં કોરોનાના નવા કેસોમાં રાહત છે પરંતુ પાટનગર દિલ્હી ફરી વખત ભરડામાં સપડાતા તમામ શાળાઓ અનિશ્ચિત મુદત માટે બંધ રાખવાનું જાહેર કરાયું છે.
દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ કહ્યું કે વાલીઓ પણ સ્કુલો ખોલવાની તરફેણમાં નથી. અગાઉ દિલ્હીમાં 31 ઓકટોબર સુધી સ્કુલો બંધ રાખવાનું જાહેર કરાયું હતું. સિસોદીયાએ કહ્યું કે કોરોનાના સંક્રમણને કારણે સ્કુલો ખોલવાનું સુરક્ષીત છે કે કેમ તે વિશે વાલીઓમાં દ્વિધા છે. મોટા ભાગના વાલીઓ સ્કુલ ખોલવાની તરફેણમાં નથી એટલે નવો નિર્ણય ન થાય ત્યાં સુધી શાળાઓ બંધ જ રાખવાનું નકકી થયું છે.


Related News

Loading...
Advertisement