શિડયુલ્ડ-કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફલાઈટસ 30 નવે. સુધી મોકુફ રહેશે

28 October 2020 07:23 PM
India
  • શિડયુલ્ડ-કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફલાઈટસ 30 નવે. સુધી મોકુફ રહેશે

ડીજીસીઓનો નિર્ણય: બબલ એગ્રીમેન્ટ નીચેની ફલાઈટસ યથાવત

નવી દિલ્હી તા.28
ડીજીસીએએ આજે શિડયુલ્ડ- કોમર્સિયલ આંતરરાષ્ટ્રીય ફલાઈટસ 30 નવેમ્બર સુધી સસ્પેન્ડ કરી છે. કોરોનાના પગલે માર્ચમાં આંતરરાષ્ટ્રીય ફલાઈટસ સસ્પેન્ડ કરાઈ હતી. એ પછી વિશેષ ફલાઈટસ દ્વારા વિદેશમાં ફસાયેલા નાગરિકોને પાછા લાવવાનું વંદેભારત અભિયાન હાથ ધરાયું હતું, ત્યારબાદ જુદા જુદા દેશો સાથે બબલ એગ્રીમેન્ટ કરી અમુક કેટેગરીના વીઝા ધરાવતા ગ્રાહકોને આવવા જવાની છૂટ આપવામાં આવી હતી. તાજેતરમાં સરકારે બીઝનેસ સિવાય અન્ય તમામ વીઝા પર વિદેશી નાગરિકોને ભારત આવવા દેવા મંજુરી આપી હતી. એ ઉપરાંત એસીઆઈ અને પીઆઈઓ કાર્ડ હોલ્ડર દરિયાપર રહેતા ભારતીયોને પણ દેશમાં આવવા છૂટ અપાઈ હતી. આવી બબલ એગ્રીમેન્ટ હેઠળની ફલાઈટસ ચાલુ રહેશે, પણ નિર્ધારિત સમયપત્રક મુજબની આંતરરાષ્ટ્રીય ફલાઈટસનું સસ્પેન્શન 30 નવેમ્બર સુધી લંબાવાયું છે.


Related News

Loading...
Advertisement