યુપીમાં રાજયસભાની ચૂંટણીમાં જબરો રાજકીય ખેલ: બીએસપીના પાંચ ધારાસભ્યોનો બળવો: વધુ તૂટશે

28 October 2020 07:21 PM
India
  • યુપીમાં રાજયસભાની ચૂંટણીમાં જબરો રાજકીય ખેલ: બીએસપીના પાંચ ધારાસભ્યોનો બળવો: વધુ તૂટશે

10માંથી 9 જીતી શકે તેમ હોવા છતાં ભાજપે 8 ઉમેદવાર ઉભા રાખી, એક બીએસપીને ફાળવી

લખનઉ તા.28
ઉતરપ્રદેશમાં રાજયસભાની 10 બેઠકોની ચૂંટણીએ આજે રસપ્રદ વળાંક લીધો હતો. 11માં ઉમેદવારે અપક્ષ તરીકે નામાંકન પત્ર ભર્યાનું સામે આવતા સ્પર્ધા વધુ રહસ્યમય બની છે. આજે બહુજન સમાજ પક્ષના પાંચ ધારાસભ્યોએ પક્ષના ઉમેદવારો યામજી ગૌતમના ટેકેદારો તરીકે ફોર્મમાં સહી કર્યા પછી બળવો કરી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને મળતાં રાજકારણ ચકરાવે ચડયું હતું.

11મો અપક્ષ ઉમેદવાર વારાણસીના વકીલ પ્રકાશ બજાજ હોવાનું અને તેને સમાજવાદી પક્ષનો ટેકો હોવાનું કહેવાય છે. બીએસપીના પાંચ ધારાસભ્યો પોતાના પ્રસ્તાવ તરીક નામ પાછા ખેંચવા વિધાનસભા કાર્યાલય પહોંચ્યા હતા. આમ, બસપાના ઉમેદવાર રામજી ગૌતમની ઉમેદવારી જોખમમાં મુકાઈ છે. બસપાના કેટલાક વધુ ધારાસભ્યોપક્ષના સતાવાર ઉમેદવાર સામે બળવા કરે તેવી અફવાએ જોર પકડયું છે.

રાજયસભાની 10 બેઠકો માટે આમ 11 ઉમેદવારો છે, અને એક પોતાનું ઉમદવારીપત્ર પાછું ન ખેંચે તો મતદાન અનિવાર્ય બનશે. રાજકીય પંડિતો માને છે કે ભાજપ 10માંથી 9 બેઠકો સહેલાયથી જીતી શકે તેમ હતો, છતાં તેણે માત્ર આઠ ઉમેદવારો ઉભા રાખી એક બેઠક બીએસપીને પાછલા બારણેથી આપી હતી. વિધાનસભાનું સંખ્યાબળ જોતાં ભાજપના 8 ઉમેદવારોનો વિજય નિશ્ર્ચિત છે. સપા પણ સહેલાયથી એક બેઠક જીતી શકે છે.

બીએસપી પાસે પુરતુ સંખ્યાબળ ન હોવા છતાં તેણે ઉમેદવારીપત્રો રાખતા આશ્ચર્ય સર્જાયુ હતું. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ 2 નવેમ્બર છે, અને મતદાન જરૂરી બનશે તો 9 નવેમ્બરે યોજાશે.


Related News

Loading...
Advertisement