જંગલરાજના યુવરાજ સતા પર આવશે તો ખાનગી કંપનીઓ પણ બિહાર છોડી જશે: મોદીનો પ્રહાર

28 October 2020 07:20 PM
India
  • જંગલરાજના યુવરાજ સતા પર આવશે તો ખાનગી કંપનીઓ પણ બિહાર છોડી જશે: મોદીનો પ્રહાર

રામમંદિરની તારીખ પૂછનારા આજે તાળી પાડવા માટે મજબૂર: બિહારમાં ત્રણ સભાને સંબોધન

પટના તા.28
બિહાર વિધાનસભાની પ્રથમ તબકકાની 71 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબકકાની બેઠકો માટે ત્રણ પ્રચારસભાઓ સંબોધી હતી. મોદીએ આજે દરભંગા, પટના અને મુઝફફરપુરમાં સતાને સંબોધી એનડીએ સરકારની સિદ્ધિઓ વર્ણવવા સાથે વિપક્ષો, ખાસ કરીને આરજેડી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરજેડી નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવને જંગલરાજના યુવરાજ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં જંગલરાજ પાછું આવશે તો બિહાર માટે એ બેવડી આફત હશે. મોદીએ જણાવ્યું હતું કે, જો તે સતા પર આવશે તો સરકારી નોકરીઓ તો ઠીક ખાનગી કંપનીઓ પણ બિહાર છોડી જશે.


તેમણે જણાવ્યું હતું કે ભાજપ-એનડીએ જે કહે છે તે કરી બતાવે છે. અમે કહ્યું હતું કે ગરીબો, ખેડુતો, મહિલાઓને સશકત બનાવીશું. આજે ખેડુતોના ખાતામાં સીધી મદદ, મહિલાઓને ગેસ કનેકશન, ગરીબોનો પાંચ લાખ સુધી ઈલાજની વ્યવસ્થા કરવામાં આવી છે.પહેલા જે સરકારમાં હતા તેનો મંત્ર હતો- પૈસા હજમ, પરિયોજના ખતમ.તેમણે અયોધ્યામાં રામમંદિરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જે લોકો મંદિરની તારીખ પૂછતા હતા તે પણ હવે તાળી પાડવા મજબૂર બન્યા છે.


Related News

Loading...
Advertisement