LJP ઉમેદવારનો પ્રચાર કરવા આવેલી એકટ્રેસ અમિષા પટેલનો સનસનીખેજ આરોપ

28 October 2020 07:16 PM
Entertainment India
  • LJP ઉમેદવારનો પ્રચાર કરવા આવેલી એકટ્રેસ અમિષા પટેલનો સનસનીખેજ આરોપ

બિહાર ચૂંટણીનું રાજકારણ ઔર ગરમાયુ! :મારી ઉપર બળાત્કાર પણ થઇ શકતો હતો : ઓડીયો કલીપ વાયરલ

પટણા તા.28
બિહારમાં આજે વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન થઇ રહ્યું છે અને રાજકીય ગરમી છવાયેલી છે. બારોબાર ત્યારે જ ગત તા.26નાં રોજ અખલની ઓબરા બેઠકનાં લોજપા ઉમેદવાર ડો.પ્રકાશ ચંદ્રા માટે પ્રચાર કરનાર બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલે પ્રચાર કરી ખુલ્લી ગાડીમાં રોડ શો કર્યો હતો. દરમ્યાન પ્રથમ ચરણનાં આ મતદાન પહેલા જ અમીષા પટેલ દ્વારા લોજપા ઉમેદવાર ઉપર સનસનીખેજ આરોપ લગાવતો ઓડીયો વાયરલ થતા બિહારનું રાજકારણ ઔર ગરમાયું છે.
આ ઓડીયમાં અમિષા પટેલ લોજપા ઉમેદાર ડો.પ્રકાશ ચંદ્રા ઉપર આરોપ લગાવતા જણાવે છે કે ડો.પ્રકાશ ચંદ્રા એક નંબરના ખોટા અને બ્લેકમેલર છે. તેઓએ પ્રચાર દરમ્યાન મને તંગ કરવાની કોશીષ કરી હતી.
આ ઓડીયો કલીપમાં અમિષા પટેલ એવુ પણ જણાવે છે કે બિહારમાં ચૂંટણી પ્રચારનો તેને બેહદ ખરાબ અનુભવ થયો તેના ઉપર બળાત્કાર પણ થઇ શકતો હતો. તેણે જેમ તેમ કરી રાત પસાર કરી સવારની ફલાઇટમાં પોતાના ખર્ચે મુંબઇ પહોંચી ગઇ હતી. ઉલ્લેખનીય છ ેકે આ ઓડીયોમાં પોતાને અમીષા પટેલા કહેનારી મહિલા ખરેખર અમિષા પટેલ છે કે કેમ? તે શંકા છે.


Related News

Loading...
Advertisement