જીતુ વાઘાણીની ચૂંટણી પ્રચારમાં ગેરહાજરી : સીએમ અને પ્રદેશ પ્રમુખના અલગ-અલગ જવાબ

28 October 2020 07:14 PM
Ahmedabad Gujarat
  • જીતુ વાઘાણીની ચૂંટણી પ્રચારમાં ગેરહાજરી : સીએમ અને પ્રદેશ પ્રમુખના અલગ-અલગ જવાબ
  • જીતુ વાઘાણીની ચૂંટણી પ્રચારમાં ગેરહાજરી : સીએમ અને પ્રદેશ પ્રમુખના અલગ-અલગ જવાબ

વાઘાણીને કોરોના થયો હોવાની શક્યતા : સી.આર. પાટીલે અંદાજ મુક્યો : જીતુભાઈ અસ્વસ્થ હતા પણ હવે પ્રચારમાં ધારી પહોંચી ગયા છે : વિજય રૂપાણી

રાજકોટ,તા. 28
ગુજરાત ધારાસભા પેટાચૂંટણીઓમાં ભાજપ પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સતત દેખાઈ રહેલી ગેરહાજરી અંગે આજે મુખ્યમંત્રી વિજય રુપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા એક જ સમયે એક જ સાથે બેઠા હતા ત્યારે પણ પૂછાયેલા પ્રશ્ર્નમાં અલગ-અલગ જવાબ મળતા રસપ્રદ સંકેત મળ્યો છે. શ્રી રુપાણી અને પાટીલ લીંબડીથી મોરબી બાજુ પહોંચી રહ્યા હતા ત્યારે તેમને પેટાચૂંટણી પ્રચારમાં જીતુ વાઘાણીની ગેરહાજરી અંગે પ્રશ્ર્ન પૂછાયો તો સી.આર. પાટીલે એવો જવાબ આપ્યો હતો કે વાઘાણીનું સ્વાસ્થ્ય સારું નથી અને તેથી તેવો આરામમાં છે. તેઓએ એવું પણ જણાવ્યું કે શ્રી વાઘાણીને કોરોના થયો હોઇ શકે છે. જો કે તેઓ પોઝીટીવ જાહેર થયા છે કે કેમ તે અંગે બોલવાનું ટાળ્યું હતું તો આ પ્રશ્ર્નના જવાબમાં શ્રી રુપાણીએ સ્વીકાર્યું કે જીતુભાઈની તબીયત સારી નથી અને તેઓએ પ્રારંભથી જ પ્રચારમાં ભાગ લઇ શકશે નહીં તેવું પક્ષને જણાવી દીધુંં હતું પરંતુ પક્ષના આદેશને માન આપીને હાલ તેઓ ધારીમાં કેમ્પ કરીને બેઠા છે અને તેઓ મતદાન સુધી ધારીમાં રોકાશે અને ભાજપના ઉમેદવારનો વિજય નિશ્ર્ચિત બનાવશે. આમ બંને નેતાઓ વચ્ચેના જવાબમાં થોડી અસામાનતા જોવા મળી છે.
જો કે ભાજપના સુત્રો કહે છે કે જીતુ વાઘાણીની નારાજગીનો મુદો કંઇક જુદો જ છે. રાજ્યના આ પૂર્વ પ્રમુખ લાંબા સમયથી કેબીનેટમાં સ્થાન માટે દાવેદાર બની રહ્યા છે પરંતુ જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ પાછુ ઠેલાઈ રહ્યું છે અને હજુ પણ તે ક્યારે થશે તે પ્રશ્ર્ન છે તો વાઘાણીની નારાજગીનું એક કારણ તે પણ હોઇ શકે છે તેવી ભાજપમાં ચર્ચા છે.

ધારી મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાને સભાસ્થળ છોડી જવું પડ્યું
કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવેલા અને ફરી ચૂંટણી લડી રહેલા શ્રી જે.વી. કાકડીયાને તેમના મત વિસ્તારમાં લોકોના રોષનો સામનો કરવો પડે છે અને ગઇકાલે ખાંભાના તાલુકાના રાયડી ગામમાં તેમની જાહેરસભા હતી પરંતુ સ્થાનિક લોકોએ કાકડીયાને અનેક પ્રશ્ર્નો પૂછયા હતા અને તેમના જવાબ આપી ન શકતા. હોબાળો મચી ગયો અને કાકડીયાને સભા છોડી દેવી પડી હતી તો બીજી તરફ ખાંભા મત વિસ્તારમાં અંદાજે 30 જેટલા ગામોના પાટીદાર અગ્રણીઓ એકત્ર થયા હતા અને તેમાં પક્ષપલ્ટો કરનાર કાકડીયા વિરુધ્ધ લોકોનો રોષ જોવા મળ્યો હતો.


Related News

Loading...
Advertisement