બસપા સાંસદ મલુક નાગરના નિવાસસ્થાને ઇન્કમ ટેકસની રેઇડ : બે સ્થળોએ તપાસ શરૂ

28 October 2020 07:13 PM
India
  • બસપા સાંસદ મલુક નાગરના નિવાસસ્થાને ઇન્કમ ટેકસની રેઇડ : બે સ્થળોએ તપાસ શરૂ

7 વર્ષના રીટર્નનો હિસાબ આવક ઓછી દર્શાવતા દરોડો

દિલ્હી, તા. ર8
ગાઝીયાબાદ આજે સવારથી ઇન્કમ ટેકસ વિભાગે બસપા સાંસદ મલુક નાગરનાં નિવાસસ્થાન અને તેમના પરિવાર સાથે જોડાયેલા લોકોના નિવાસ સ્થાને ઇન્કમ ટેકસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
આજે સવારે 8 કલાક આસપાસ સાંસદ મલુક નાગરના નિવાસસ્થાને ઇન્કમ ટેકસ વિભાગની ચાર ગાડીઓમાં દિલ્હી, મુરાદાબાદ અને લખનઉના અર્ધો ડઝન અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. ઇન્કમ ટેકસની આ રેઇડ 6 થી 7 વર્ષ દરમિયાન રીટર્નમાં હિસાબ ઓછા દર્શાવતા પડી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
મલુક નાગરની કંપનીનું મુળ કામ ડેરીનું છે. ઘણા સમયથી મધર ડેરીને દૂધ વેચવાનું કામ કરે છે આ પ્રકરણમાં ઇન્કમ ટેકસ લખનઉ વિભાગે કાર્યવાહી હાથ ધરી દિલ્હી, બીજીનૌર નિવાસસ્થાને રેઇડ પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ રેઇડમાં દોઢ ડઝન અધિકારીઓ જોડાયા છે. કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેકસ વિભાગે નોટબંધી બાદ પંજાબ, હરીયાણા, ઉતરાખંડ, ગોવા સહિત 4ર સ્થળોએ રેઇડ પાડી 6ર કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. નોટબંધી બાદ મોટી રોકડ રકમ જપ્ત કરી છે.


Related News

Loading...
Advertisement