જમ્મુ-કાશ્મીરમાં અથડામણમાં 2 આતંકીઓ ઠાર

28 October 2020 07:11 PM
India
  • જમ્મુ-કાશ્મીરમાં અથડામણમાં 2 આતંકીઓ ઠાર

પ્રાથમિક તપાસમાં એક આતંકી વિદેશી હોવાનું ખુલ્યુ

નવી દિલ્હી તા.28
જમ્મુ-કાશ્મીરનાં બડગામ જિલ્લામાં મંગળવારે રાત્રે સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. એક અધિકારીના જણાવ્યા મુજબ આતંકીઓ છુપાયા હોવાની બાતમી બાદ તપાસ અભિયાન શરૂ કરાયું હતું. તેમણે જણાવ્યું કે રાત્રે 9 વાગ્યે આતંકવાદીઓએ સુરક્ષા દળ પર ગોળીબાર કરતાં તપાસ અભિયાન અથડામણમાં ફેરવાયુ હતું. 4 કલાક સુધી ચાલેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા.આતંકીઓ અને તેના સંગઠનની ઓળખ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રાથમીક તપાસમાં એક આતંકી વિદેશી હોવાનું માલુમ પડયુ છે. અગાઉ સોમવારે પણ જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળ સાથેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હતો. જયારે એક આતંકીએ આત્મ સમર્પણ કરી દીધુ હતું.


Related News

Loading...
Advertisement