રોહિત શર્મા ત્રણ અઠવાડિયા અનફિટ : ફિઝીયોના રીપોર્ટના આધારે ઓસી. પ્રવાસમાં સમાવાયો નથી

28 October 2020 06:49 PM
Sports
  • રોહિત શર્મા ત્રણ અઠવાડિયા અનફિટ : ફિઝીયોના રીપોર્ટના આધારે ઓસી. પ્રવાસમાં સમાવાયો નથી

મુંબઇ, તા.28
ટીમ ઇન્ડીયાના ઓપનર અને વાઇસ કેપ્ટન રોહિત શર્માની ઇજા અંગે સર્જાયેલા વિવાદમાં ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે ટીમના ફિઝીયોથેરાપીસ્ટ નીતિન પટેલએ રોહિત શર્માને તેમના સ્નાયુ ખેંચાઇ જવાની ઇન્જરીમાં બે ત્રણ અઠવાડીયાનો આરામ જરૂરી હોવાનું જણાવ્યું હતું તેથી તેનો ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં સમાવેશ કરાયો નથી. હાલ આઇપીએલ રમી રહેલા રોહિત શર્મા પ્રેકટીસ સેશનમાં ફીટ જણાયો હતો અને તેથી શા માટે ટીમ ઇન્ડીયામાંથી તેમની બાદબાકી થઇ તે પ્રશ્ર્નનો વિવાદ સર્જાયો હતો તે વચ્ચે ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરીને રોહિત શર્મા ત્રણ અઠવાડિયા સુધી ફીટ થઇ શકે તેમ ન હોય તેને આરામ આપવાનું જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement