બિહારમાં રાહુલ ગાંધીનાં શાબ્દિક ચાબખા, વડાપ્રધાન મોદીની રાવણ સાથે કરી તુલના

28 October 2020 06:42 PM
India
  • બિહારમાં રાહુલ ગાંધીનાં શાબ્દિક ચાબખા, વડાપ્રધાન મોદીની રાવણ સાથે કરી તુલના

નવી દિલ્હી તા.28 : બિહાર વિધાનસભા ચુંટણીમાં પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ‘રાવણ’ સાથે કરી છે. રાહુલે પશ્ર્ચિમ ચંપારણમાં ચુંટણી સભાને સંબોધિત કરતી વખતે જણાવ્યુ કે પીએમ મોદીએ ર014માં વચન આપ્યુ હતુ કે તેઓ બિહારની ખાંડની મીલો ફરીથી શરૂ કરાવશે અને ફરીથી આવશે ત્યારે આ મીલમાં બનેલી ખાંડની ચા પીશે. શું ખરેખર મોદી ચા પીવા માટે આવ્યા ખરા ? રાહુલે શાબ્દિક પ્રહારો કરતાં કહયું કે ‘સામાન્ય રીતે દશેરામાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનાં પુતળા સળગાવવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે પંજાબમાં પહેલી વખત નરેન્દ્ર મોદી, અંબાણી અને અદાણીના પુતળા સળગાવવામાં આવ્યા. દુ:ખની વાત છે કે દેશના ખેડુત દશેરા પર દેશના વડાપ્રધાનનું પુતળુ સળગાવી રહયા છે. બિહારમાં ર006માં મંડીની સિસ્ટમ અને એમએસપીની સિસ્ટમને ખતમ કરી હતી. નવી સિસ્ટમાં શેરડીના ખેડુતને કયારેય સારી કિંમત નહીં મળે. આ જ કારણ છે કે બિહારના ખેડુતોને પોતાનો પ્રદેશ છોડવો પડી રહયો છે. જયારે મહાત્મા ગાંધી દુનિયાના સુપર પાવર સાથે લડવા જઇ રહયા હતા ત્યારે તેઓ ચંપારણ આવ્યા. તેમને ખબર હતી સાચુ ભારત અહીં જ છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહયું કે બિહારના યુવાઓને કહેવાય છે કે સપના જુઓ, રોજગાર જુઓ પણ તે બિહારમાં નહીં મળે તે બેંગ્લોર અને હરીયાણા જ જવુ પડશે.


Related News

Loading...
Advertisement