દેશમાં ઝડપથી ઘટતા કોરોના કેસ છતાં 10 રાજ્યોમાં હજુ પણ ટેન્શન

28 October 2020 06:29 PM
India
  • દેશમાં ઝડપથી ઘટતા કોરોના કેસ છતાં 10 રાજ્યોમાં હજુ પણ ટેન્શન

રાજ્યના દિલ્હી સહિત કેરળ, પશ્ચીમ બંગાળ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં વધારે એક્ટિવ કેસ

નવી દિલ્હી, તા.28
એક બાજુ દેશમાં કોરોનાના કેસ અને કોરોનાથી મૃત્યુના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તેમ છતાં દેશના 10 રાજ્યોમાં હજુ પણ કોરોના મામલે ટેન્શન યથાવત છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસ મહામારીની ત્રીજી લહેર જોવા મળી રહી છે ત્યાં ઓવર ઓલ પોઝીટીવીટીસ 8 ટકાથી વધારે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના કેસ 80 લાખની નજીક પહોંચી ગયા છે જેમાં 72 લાખ દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશનો રિકવરીનો 90 ટકા આંકડો વિશ્વનો સૌથી મોટો છે, છેલ્લા 13 દિવસમાં જ 10 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે. જો કે દેશના પાંચ રાજ્યો કેરળ, પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ સરકારને ટેન્શન આપી રહ્યા છે, આ રાજ્યોમાં એક્ટિવ કેસોની સંખ્યા 50 ટકા એટલે કે 6.25 લાખ છે. આ પાંચ રાજ્યો સિવાય અન્ય પાંચ રાજ્યો એવા છે જ્યાં વધુ એક્ટિવ કેસ છે. આ રાજ્યોમાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા આવેલ છે.


Related News

Loading...
Advertisement