ડોનાલ્ડ ટ્રમ્પ તો ફાઈટર છે : પત્ની મેલેનિયાનું પ્રમાણપત્ર

28 October 2020 06:17 PM
World
  • ડોનાલ્ડ ટ્રમ્પ તો ફાઈટર છે : પત્ની મેલેનિયાનું પ્રમાણપત્ર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ પ્રચારમાં છે અને ફર્સ્ટ લેડીએ તેમના પ્રથમ પ્રચારમાં જ ડોનાલ્ડ ટ્રમ્પને એક ફાઈટર ગણાવ્યા હતા અને જણા વ્યું હતું કે તેમણે દેશના કોરોનાગ્રસ્ત લોકો માટે મોટો સધીયારો પૂરો પાડયો છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ એક ફાઈટર છે અને તે દેશને ચાહે છે. દેશના લોકો માટે રોજ લડે છે. તેઓ પેનેંસ્લિવિયામાં રેલીને સંબોધીત કરી રહ્યા હતા. તેમણે કોરોનાનો મુકાબલો કરવામાં દેશનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે હું જાણું છું કે અનેક લોકોએ તેમના પ્રેમાળ સંબંધીઓને ગુમાવ્યા છે અને આપણા આ મૂક દુશ્મન (કોરોના)નો પ્રભાવ તેઓ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રથમ વખત દેશના નાગરિકો તેના પ્રમુખ સાથે રોજ સોશિયલ મીડિયા મારફત સંવાદ કરી શકે છે.


Related News

Loading...
Advertisement