મારા દીકરાએ તો 15 મીનીટમાં કોરોનાને મહાત આપી હતી : ટ્રમ્પનો દાવો

28 October 2020 06:15 PM
World
  • મારા દીકરાએ તો 15 મીનીટમાં કોરોનાને મહાત આપી હતી : ટ્રમ્પનો દાવો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ફક્ત 3 દિવસમાં કોરોના સંક્રમણમાંથી બહાર આવી ગયા અને ફરી જોરશોરથી પ્રચાર કરવા લાગ્યા છે ત્યારે તેઓએ એક ચૂટંણી સભામાં મોટો દાવો કરતા કહ્યું કે મારો પુત્ર બૈરન ફક્ત 15 મીનીટમાં જ કોરોનાને મહાત આપવામાં સફળ રહ્યો છે. પેસિંલવેનિયાના માટીબ્સબર્ગમાં એક ચૂંટણી સભાને સંબોધતા ટ્રમ્પે આવો આશ્ર્ચર્યજનક દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તેનો પુત્ર 15 મીનીટમાં જ મુક્ત થઇ ગયો. તેમનો પુત્ર મજબૂત રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો હોવાનો દાવો કર્યો હતો. ડોક્ટરે તેમને કોરોના પોઝીટીવ હોવાની જાણકારી આપ્યા બાદ 15 મીનીટમાં બીજો રિપોર્ટ આવ્યો અને ડોક્ટરે કહ્યું કે તેના શરીરમાંથી વાઈરસ નીકળી ગયો છે. અમારા માટે પણ આ આશ્ર્ચર્યજનક હતું. અને તે રીતે તેઓએ ફરી વખત સ્કૂલ ખોલવાની હિમાયત કરી હતી. અમેરિકામાં કોરોના સંક્રમણમાં 7.92 લાખ બાળકો સંક્રમીત થયા છે તે સમયે ટ્રમ્પની આ તૈયારીનો વિવાદ સર્જાયો છે.


Related News

Loading...
Advertisement