અમેરિકામાં ટ્રમ્પ ફેર મતદાનનો આગ્રહ રાખશે ? એડવાન્સ વોટીંગ સાથે નવો વિવાદ

28 October 2020 06:13 PM
World
  • અમેરિકામાં ટ્રમ્પ ફેર મતદાનનો આગ્રહ રાખશે ? એડવાન્સ વોટીંગ સાથે નવો વિવાદ

અમેરિકાના અનેક રાજ્યોમાં તા. 3 નવેમ્બરના સત્તાવાર નિવેદન પૂર્વે એડવાન્સ વોટીંગમાં મતદારોને પોતાનો મત ફેરવવાનો હક્ક અપાયો છે : ટ્રમ્પ આ પ્રકારે આદેશ આપી શકે : અમેરિકી મીડિયામાં ચર્ચા

વોશિંગ્ટન,તા. 28
અમેરિકામાં તા. 3ના રોજ પ્રમુખપદની ચૂંટણી પૂર્વે અંદાજે 6 કરોડ લોકોએ પોતાનું એડવાન્સ વોટીંગ કરી દીધું છે તે સમયે પ્રમુખ ટ્રમ્પ દેશમાં ફેર મતદાનનો પણ આદેશ આપીને નવો વિવાદ સર્જી શકે છે.

અમેરિકામાં અંદાજે 6.60 ક રોડ મતદારોએ પોતાનો પ્રથમ મત આપી દીધો છે જેમાં 4.4 કરોડ મતો મેઇલ ઇન બોક્સ એટલે કે ઇ-મેઇલ મારફત અપાયા છે જ્યારે 2.20 કરોડ મતદારોએ મતદાન મથકો પર જઇને પોતાના મતો આપ્યા છે. અને જે પ્રાથમિક સર્વે છે તે મુજબ ડેમોક્રેટીક પાર્ટી તરફી મોટુ મતદાન થયું હોવાના સંકેત છે. પરંતુ અમેરિકાના કેટલાક રાજયોમાં એડવાન્સ વોટીંગ બાદ પણ મતદારોને ફેર મત આપવાનો અધિકાર છે. અને પ્રમુખ ટ્રમ્પ તેવો આદેશ આપીને વિવાદ છેડી શકે છે.

બીજી ડીબેટ બાદ જ ‘કેન આઈ ચેન્જ માય વોટ’ એટલે કે શું હું મારું મત ફેરવી શકું તેવો ટ્રેન્ડ ગુગલ પર ચાલી રહ્યો છે. અને તેમાં મોટાભાગના ‘હા’માં આપે છે ‘ગો ફોર ઇટ’ એટલે કે તમે મત ફેરવો તેવું પણ જણાવાય છે. જેમાં લોકો પોતાની પસંદગી ફેરવી શકે છે. અમેરિકામાં કેટલાક રાજયો કે જેમાં વીસ્કોનસીન અને મીશીગન કે જ્યાં 2016માં પ્રમુખ ટ્રમ્પ સાંકડી બહુમતીથી જીત્યા હતા ત્યાં ઉપરાંત ફલોરિડા, નોર્થ કોરોલીના, એરીઝોનામાં પણ મત ફેરવવાની છૂટ છે.

જો કે દરેક રાજ્યોમાં તેના અલગ અલગ નિયમો છે. વીસ્કોનસીનમાં તા. 3ના મતદાન પૂર્વે ત્રણ વખત આ પ્રકારે પોતાનો મત બદલી શકે છે અને કેટલાક રાજયોમાં તો તા. 3ના રોજ મત ફેરવવાની છૂટ છે. સુત્રોના જણાવ્યા મુજબ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં છે તે જોતા તેઓ આ પ્રકારનો નવો વિવાદ છેડી શકે છે અને અમેરિકી સુપ્રિમ કોર્ટ પણ કે જ્યાં ટ્રમ્પની બહુમતી હોવાનું મનાય છે ત્યાં પણ માન્ય રહે તો અમેરિકામાં કરોડો મતદારો ફેર મતદાન પણ કરી શકે છે.


Related News

Loading...
Advertisement