કોવિડ 19 સામાન્ય ફલુ વાયરસ છે; રસીની જરૂર નથી: સોશ્યલ મીડીયામાં WHO ડોકટરોના નામે ફરતો વિડીયો ફેક

28 October 2020 06:10 PM
Health World
  • કોવિડ 19 સામાન્ય ફલુ વાયરસ છે; રસીની જરૂર નથી: સોશ્યલ મીડીયામાં WHO ડોકટરોના નામે ફરતો વિડીયો ફેક

વર્લ્ડ ડોકટર્સ એલાયન્સ નામના જૂથનો દાવો ખોટો ગેરમાર્ગે દોરનારો

નવી દિલ્હી તા.28
કોવિડ 19 સામાન્ય ફલુ વાયરસ છે અને વિશ્ર્વ મહામારીનો મુકાબલો કરી રહ્યું નથી તેવો દાવો કરતા ડોકટરોનો વિડીયો સોશ્યલ મીડીયામાં ફરી રહ્યો છે. 4 મીનીટની ફિલ્મમાં ડોકટરો કેટલાય પુરાવા વગરના દાવાઓ કરે છે, અને તે યુઝરો વિશ્વ આરોગ્ય સંસ્થાના ડોકટરોનો છે તેવો દાવો કરી વાઈરસ કરી રહ્યા છે. આ ફીલ્મમાં નોવેલ કોરોના વાયરસ બાબતે તેમના નિષ્કર્ષોથી યુટર્ન લીધો હોવાનો દાવો કરાયો છે.

પરંતુ ફેકટ- ચેક દરમિયાન જણાયું છે કે વિડીયો ડબલ્યુએચઓ સાથે સંકળાયેલો નથી. તે હેલ્થકેર પ્રોફેશનલોનું જૂથ છે, અને તે પોતાને વર્લ્ડ ડોકટર્સ અસાયન્સ ગણાવે છે, અને વિડીયોમાં તેમના દ્વારા કરાતા દાવા ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. કિલપમાં ડોકટરો દાવો કરતા સંભળાય છે કે કોવિડ 19 ફલુ વાયરસ છે,આ વેકસીનનો બહિષ્કાર કરવા પણ જણાવે છે. ડો. એલ્કે ડે કલાર્ક નામની મહિલા જૂથ વતી સંબોધન કરતી જણાઈ છે.

તેના જણાવ્યા મુજબ તે વધુ ડોકટરો અને 87000 નર્સો સાથે દાવો કરી કોવિડ 19 રસી જોઈતી નથી તેવું માંગ કરશે. ડો. કલાર્ક સવાલ પૂછતી નજરે ચડે છે કે જે આ મહામારી ન હોઈ તો બાળકોને શાળામાં માસ્ક પહેરવાની શા માટે ફરજ પાડવામાં આવે છે. જૂથે એવું પણ જણાવ્યું હતું કે ખોટા પીસીઆર ટેસ્ટના કારણે વાયરસ બાબતે ગભરાટ ફેલાયો છે. પીસીઆર ટેસ્ટના 99% થી 94% ખોટા પોઝીટીવ હોય છે.


Related News

Loading...
Advertisement