કોરોનામાં કાળી પડી ગયેલી તબીબની ત્વચા ફરી ઉજળી બની

28 October 2020 06:06 PM
Off-beat World
  • કોરોનામાં કાળી પડી ગયેલી તબીબની ત્વચા ફરી ઉજળી બની

નવી દિલ્હી તા. ર8
કોરોના મહામારીની અનેક દર્દીઓ પર અલગ અલગ અસર જોવા મળી રહી છે. જેના પર અત્યારે પણ સંશોધન ચાલુ છે. ચીનમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં કોરોનાને લીધે એક ડોકટરની ત્વચાનો રંગ કાળો પડી ગયો હતો. હવે આખરે તેમની ત્વચાનો રંગ પરત ફર્યો છે. ચીનના ડોકટર યી ફૈનની ત્વચા ફરીથી સામાન્ય બની છે. જેને લઇને તેઓ પણ ઘણા ખુશ છે.સ યી ફૈન હૃદયરોગના નિષ્ણાંત છે જે દર્દીઓની સારવાર દરમિયાન કોરોના સંક્રમિત થયા હતા. સુત્રો અનુસાર ફૈનની ત્વચાનો રંગ કાળો પડી ગયો હતો. કારણ કે તેમણે સારવાર દરમિયાન એન્ટી બાયોટીક દવા લીધી હતી.
ડો. ફૈને એક વિડીયો પણ જાહેર કર્યો છે. જેમાં તે પોતાની કોરોના સાથે લડાઇ વિશે વાત કરી રહયા છે. તેમણે જણાવ્યુ કે કોરોના ખુબ જ ખતરનાક બિમારી છે. જયારે તેમને કોરોના સંક્રમણ થયાની ખબર પડી ત્યારે તેઓ ડરી ગયા હતા.


Related News

Loading...
Advertisement