મહત્વાકાંક્ષી પ્રોજેકટ ‘સી-પ્લેન’ પર બર્ડહીટનું જોખમ

28 October 2020 06:01 PM
Ahmedabad Gujarat
  • મહત્વાકાંક્ષી પ્રોજેકટ ‘સી-પ્લેન’ પર બર્ડહીટનું જોખમ

બે કાંઠે પાણીથી છલકાતી નદી અને 6 કી.મી. દુર આવેલી ડમ્પીંગ સાઈટને લીધે સાબરમતી રિવરફ્રન્ટ પાસે પક્ષીઓની મહતમ સંખ્યા

અમદાવાદ તા.28
ઘણાં સમયથી જેની અટકળો ચાલતી હતી તે સી-પ્લેનની ભેટ મળવા જઈ રહી છે. આ સી-પ્લેન અમદાવાદ સાબરમતી રીવર ફ્રન્ટ અને કેવડીયામાં આવેલ વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેકટની શરૂઆત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. જોકે સાબરમતી રિવર ફ્રન્ટ આસપાસ સતત ઉડતા રહેતા પક્ષીઓને લીધે બર્ડ હીટનું મોટુ સંકટ ઉભુ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ગુજરાત આવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી રિવર ફ્રન્ટ સુધીની મુસાફરી સી.પ્લેનમાં જ કરશે. આ પહેલા તેઓ 30 ઓકટોબરે જંગલ સફારી પાર્ક, ક્રુઝ બોટ, ભારત ભવન, એકતા નર્સરી, ચિલ્ડ્રન પાર્કનું ઉદઘાટન કરશે. જયારે 31 ઓકટોબરે આરોગ્ય વનનું ઉદઘાટન કરશે. જે પછી નવા આઈએએસ અધિકારીઓને સંબોધિત કર્યા બાદ સી-પ્લેનથી અમદાવાદ માટે રવાના થશે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં જોકે બર્ડ હીટનું મોટુ સંકટ ઉભુ થાય તેવી શકયતા છે. ટેક ઓફ અને લેન્ડીંગ દરમ્યાન બર્ડ હીટનું જોખમ ધ્યાને આવ્યું છે. તાજેતરમાં રિવર ફ્રન્ટથી સી-પ્લેનની ટ્રાયલ રન દરમ્યાન બર્ડ હીટથી બચવા માટે ફટાકડા ફોડવાની ફરજ પડી હતી. અહી પક્ષીઓની મહતમ સંખ્યા હોવા પાછળ રિવર ફ્રન્ટથી 6 કી.મી.દુર પીરાણામાં આવેલી ડમ્પીંગ સાઈટ છે. આ ડમ્પીંગ સાઈટને લીધે જ અમદાવાદ એરપોર્ટ પર અવરજવર કરતી ફલાઈટોને પણ અસર થતી હોય છે.

ફલાઈટનાં લેન્ડીંગ અને ટેક ઓફ વખતે બર્ડ હીટથી બચવા માટે સતત ફટાકડા ફોડવામાં આવે છે. સાથે જ લેઝર ગનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેના પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે. આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે વહેતી હોવાથી પક્ષીઓ પોતાની તરસ છુપાવવા માટે અહી અવરજવર કરતા રહે છે.જેને લીધે પણ બર્ડ હીટનું જોખમ વધારે રહે છે.

50 વર્ષ જુના સી-પ્લેનમાં સવાર થશે મોદી
આ સી-પ્લેન 50 વર્ષ જુનુ છે. આ મોડેલ ટવીન ઓટ્ટર 300 મોડેલનું પ્લેન 1971 માં હેવીલેન્ડ કેનેડા દ્વારા બનાવવામાં આવ્યુ હતું. ત્યારે સુરક્ષાને ધ્યાને લઈને દેશના વડાપ્રધાન મોદીને આ 50 વર્ષ જુના પ્લેનમાં બેસવાની મંજુરી કઈ રીતે આપી? તે પ્રશ્ર્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.


Related News

Loading...
Advertisement