શેરબજારમાં ઉથલપાથલ: 700 પોઈન્ટનું ગાબડુ

28 October 2020 04:56 PM
Business
  • શેરબજારમાં ઉથલપાથલ: 700 પોઈન્ટનું ગાબડુ

હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલી: સેન્સેકસ ફરી 40,000 ની નીચે

રાજકોટ તા.28
મુંબઈ શેરબજારમાં ઉથલપાથલનો તબકકો હોય તેમ આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલી હતી. સેન્સેકસ ઈન્ટ્રા-ડે 700 પોઈન્ટ જેટલો નીચે ઉતરી ગયો હતો.
શેરબજારમાં આજે માનસ મંદીનું બન્યુ હતું. વિશ્ર્વ બજારોની નબળાઈનો પ્રત્યાઘાત આવ્યો હતો. વિશ્ર્વને અનેક દેશોમાં કોરોનાના કહેર વચ્ચે નવેસરથી નિયંત્રણો લાદવાનું શરૂ થતા અને તે સામે તોફાની ઘટનાક્રમોના અહેવાલોથી આંશીક ગભરાટ હતો. આ ઉપરાંત આવતા સપ્તાહમાં યોજાનારી અમેરિકી ચૂંટણીને કારણે પણ મીટ હતી. આર્થિક પેકેજ નહિં આવવાનું જાહેર થવાની અસર હતી. ઘર આંગણે નાણા સંસ્થાઓની વેચવાલી તથા આવતીકાલે ઓકટોબર ફયુચરનો અંતિમ દિવસ હોવાનો પ્રત્યાઘાત
હતો.
શેરબજારમાં આજે બેંક, મેટલ, કેપીટલ, ગુડઝ, સોફટવેર, સહીત મોટાભાગનાં ક્ષેત્રોનાં શેરોમાં ગાબડા હતા. ઈન્ડુસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્ર, રીલાયન્સ, ટાટા મોટર્સ, ડો.રેડ્ડી, કોટક બેંક, નેસલે, સ્ટેટ બેંક, સન ફાર્મા, ટીસીએસ, ટાઈટન, એચડીએફસી, ઈન્ફોસીસ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ વગેરેમાં ગાબડા હતા. કોર્પોરેટ પરિણામોનાં પ્રભાવ હેઠળ અમુક પસંદગીના શેરો મજબુત હતા. ભારતી એરટેલ, હિરો મોટો, આઈશર મોટર્સ ઉંચકાયા હતા.એન્જલ બ્રોકીંગમાં સતત બીજા દિવસે ઉછાળો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ફરી 40,000 ની નીચે ઉતરી ગયો હતો. ટોચના સ્તરેથી 900 પોઈન્ટ તૂટયો હતો.
ઉંચામાં 40664 તથા નીચામાં 39774 થઈને 39873 હતો જે 648 પોઈન્ટનો ઘટાડો સુચવતો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 174 પોઈન્ટના ઘટાડાથી 11714 હતો. તે ઉંચામાં 11929 તથા નીચામાં 11684 હતો.


Related News

Loading...
Advertisement