આઈપીએલની મેચો જોતી વખતે આ વાત તમારા ધ્યાનમાં આવી?

28 October 2020 01:06 PM
Off-beat Sports
  • આઈપીએલની મેચો જોતી વખતે આ વાત તમારા ધ્યાનમાં આવી?

ગત વર્ષની સરખામણીએ આ સિઝનમાં મહિલા કેન્દ્રીત બ્રાંડસના વિજ્ઞાપનો મોખરે: દર્શકોમાં મહિલાઓની સંખ્યા વધુ:રાજસ્થાન રોયલ્સની ટીમ એક સ્પોન્સર સેનીટરી નેપકીન બ્રાંડ છે: અડદદાળ બ્રાંડે હૈદરાબાદને સ્પોન્સર કર્યું છે

નવી દિલ્હી તા.28
ચાલુ વર્ષે ઈન્ડીયન પ્રીમીયર લીગ મેચોના લાઈવ પ્રસારણ દરમિયાન ઘણી જાહેરાતો મહિલાઓ કેન્દ્રીત છે એવું તમારા ધ્યાનમાં આવ્યું છે ખરું? એનું કારણ એ છે કે ટવેન્ટી20 ટુર્નામેન્ટના પ્રથમ સપ્તાહના 46% દર્શકો મહિલાઓ હતી.
ટીએએમ મીડિયા રીસર્ચના ડેટા મુજબ આઈપીએલ સીઝનમાં મહિલાઓને ટાર્ગેટ કરતા વિજ્ઞાપનો ગત વર્ષ કરતાં વધુ 57% છે. વોશિંગ પાવડર, ટોઈલેટ અને ફલોર કિલનર અને બ્રાન્ડેડ જવેલરી જેવી મુખ્ય કેટેગરી આવી ટ્રેન્ડને આગળ વધારી રહી છે.
વોશિંગ પાવડર અને લિકિવડ માટેના વિજ્ઞાપનોની ફ્રિકવન્સી પણ ચાર ગણી અને ડિશવોસર્સથી બમણી થઈ છે. રેકીટ બેન્કીસર, હિંદુસ્તાન યુનીલીવર, પ્રોકટર એન્ડ ગેમ્બલ હોમ પ્રોડકટસ, આઈટીસી અને હોમ એપ્લીયાન્સીસ સિઝનમાં અત્યાર સુધી ટોચના 6 વિજ્ઞાપનકારો છે. તેમણે ગત વર્ષની યાદીમાં મોખરે રહેલી લુઈસ હર્બલ્સ, ફ્રેંક ફેવર ઈન્ડીયા, ફેર, ઈમામી અને એલિસાને હટાવી દીધી છે.
મુંબઈની માર્કેટીંગ અને કોમ્યુનીકેશન એજન્સી મીડીયાના ચેરમેન સંદીપ ગોયલના જણાવ્યા મુજબ પહેલીવાર એવું બન્યું છે કે તહેવારો અને આઈપીએલ ભેગાં થયાં છે. આ સમય ઘણી બ્રાન્ડસ માટે અનુકુળ બન્યો છે. આઈપીએલ સામાન્ય રીતે ઉનાળાના મહિનાઓમાં યોજાતી હોય છે.
વળી, કેટલીય મહિલા કેન્દ્રે પ્રોડકટસ આઈપીએલ ટીમોને આ વખતે સ્પોન્સર કરી રહી છે. દાખલા તરીકે ઓનલાઈન સેનીટરી નેપકીન બ્રાંડ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓની જર્સી પર સહેલાયથી નજરે ચડે એ રીતે ડિસપ્લે કરાઈ છે. તે આ ટીમની મુખ્ય સ્પોન્સર છે જયારે ફેના ડીટરજન્ટ કિંગ્સ ઈલેવન પંજાબની એક સ્પોન્સર છે અને અડદદાળ ડબલ હોર્સ સહિતની બ્રાંડ સનરાઈઝર્સ હૈદરાબાદને સ્પોન્સર કરી રહી છે.
માત્ર અઢી વર્ષ જુની ઓનલાઈનના સીઈઓ રિચા સિંહે જણાવ્યું હતું કે મેન્સ્ટ્રુએશન શરમની કોઈ વાત નથી એવો સામાજીક સંદેશ પહોંચાડવા અમે હંમેશ પ્રયાસ કર્યા છે. આઈપીએસને પસંદ કરવા પાછળનો એક હેતુ સામાજીક કલંક દૂર કરવાનો અને જર્સીની પાછળની જમણી બાજુએ સેનીટરી નેપકીન ડિસપ્લે કરી એ શરમ તોડવાનો છે.
જાણકારો કહે છે કે કોવિડ 19 મહામારીએ ગ્રાહકોની લાઈફસ્ટાઈલ નોંધપાત્ર અને વર્તણુંકમાં ફેરફાર કર્યો છે. સંક્રમણના ભયે આઈપીએલ મેચો જોવા અન્યથા ક્રિકેટચાહકો સ્ટેડીયમમાં પહોંચી ગયા હોત.


Related News

Loading...
Advertisement