અભિનેત્રી દિપીકાની મેનેજરને ત્યાં એનસીબીના દરોડા : ચરસ મળ્યું

28 October 2020 01:01 PM
Entertainment
  • અભિનેત્રી દિપીકાની મેનેજરને ત્યાં
એનસીબીના દરોડા : ચરસ મળ્યું

મુંબઇ, તા. ર8
બોલિવુડ ડ્રગ કેસ મામલે એનસીબીએ મંગળવારે અભિનેત્રી દિપીકા પદુકોણની મેનેજર કરિશ્મા પ્રકારના વર્સોવા સ્થિત ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં એનસીબીને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. ડ્રગ પેડલીંગ માટે ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી મળેલી માહિતીનાં આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. એનસીબીએ કરિશ્માનો કોઇ પતો ન હોય ઘરની બહાર નોટીસ ચીપકાવી બુધવારે હાજર થવાનો આદેશ કર્યો છે. શંકાસ્પદ ડ્રગ પેડલરના ફોનની ચકાસણી વખતે એનસીબીના અધિકારીને કરિશ્મા સાથે કનેકશન હોવાનું ધ્યાને આવ્યું હતું. ગયા મહિને પણ કરિશ્મા અને દિપીકાને એનસીબીએ પુછપરછ માટે બોલાવ્યા હતા.


Related News

Loading...
Advertisement